બનાસકાંઠા જિલ્લા કાકરેજના વડા ગામે SOGએ મોટી કાર્યવાહી કરતા 1 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો છે. અહી ત્રમ વિઘા જમીનમાં એરંડાના પાકન આડમાં અંદાજિત 1 કરોડની કિંમત જેટલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ SOGએ અંદાજીત લાખોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.ગત મોડી સાંજથી બનાસકાંઠા જિલ્લા SOGએ હાથધરેલું આ ઓપરેશન આખી રાત ચાલ્યું હતું.
તો બીજી તરફ 17 ઓકટોબરે ફરી એકવાર કચ્છ જિલ્લામાંથી મોટી માત્રમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યુ હતું , આ પછી પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.
માહિતી પ્રમાણે, કચ્છના ગાંધીધામમાં એટીએસ પોલીસે 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ પકડ્યુ હતું, આ કૉકેઇન ડ્રગ્સ ગાંધીધામના મીઠી રોહર નજીકથી મળી આવ્યુ હતુ, આમાં લગભગ 800 કરોડ કૉકેઇન ડ્રગ્સ જથ્થો બિનવારસી હાલતમાં પડ્યો હતો, આ પછી ગુજરાત એટીએસ પોલીસે ગાંધીધામના જ ત્રણ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા, હાલમાં એટીએસની ટીમ વધુ માહિતી મેળવવા માટે આ ત્રણેયની પુછપરછ કરી હતી. ખાસ વાત છે કે, 15 દિવસ પહેલા પણ ગાંધીધામના મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો, આ પછી સમગ્ર કચ્છની સાથે ગુજરાતમાં પણ હડકંપ મચી ગયો હતો.
આ પહેલા પણ કચ્છમાંથી 800 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયુ હતુ
રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સીલસીલો યથાવત છે. આફરી કચ્છ વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. કરોડો રૂપિયાનો બિનવારસુ ડ્રગ્સનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે.
બાતમી આધારે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું