Navsari News: નવસારીમાં એક ક્રૂરતા ભરેલી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાંખ્યુ છે, શહેરમાં એક દંપતિના ઝઘડાએ એક માસૂમ બાળકનો જીવ લીધો છે. નવસારીના જૂના થાણા વિસ્તારમાં એક દંપતિ વચ્ચે પોતાના બાળકને લઇ જવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં પિતાએ પહેલા પોતાના બાળકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધુ હતુ અને બાદમાં ખુદે પણ સાતમા માળેથી પડતુ મુકીને મોતને વ્હાલુ કર્યુ હતુ. આ ઘટના બાદ પોલીસે પતિ વિરુદ્ધ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો. 


મળતી માહિતી પ્રમાણે, નવસારી શહેરમાં એક ક્રૂરતા ભરેલી ઘટના ઘટી છે, નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં એક દંપતિ, પતિ-પત્નિના ઝઘડામાં ચાર વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો છે. મૃતક બાળકનું નામ દ્વિજ ગોસ્વામી છે, જેને તેના પિતા રાકેશ ગોસ્વામી જે છૂટક મજૂરી કામ કરતો હતો. ખાસ વાત છે કે, પતિ અને પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અણબનાવ હતો, પતિ છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત કામ ન હતો કરતો, અને પતિએ પોતાના પતિને કામ ધંધા અર્થે ટકોર કરી હતી, આ પછી બન્ને 9 માસથી જુદા રહેતા હતાં. અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે હાલમાં જ પોતાના બાળકને લઇ જવા બાબતે જોરદાર ઝઘડો થયો હતો, પતિ પોતાના બાળકને લઇ જવાનો પ્રયાસ કરતો હતો, અને પત્નીએ તેને રોક્યો હતો, આ પછી પતિ પોતાના બાળકને લઇને સરકારી વસાહતની બિલ્ડીંગના સાતમા માળે ચઢી ગયો હતો, આ દરમિયાન પોલીસ અને ફાયર જવાનોએ તેનો રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, તેને પહેલા બાળકને નીચે ફેંકી દીધુ હતુ અને પછી તેને ખુદ બિલ્ડિંગ પરથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં પોલીસે બાળકને નીચે ફેંકવા બદલ આરોપી રાકેશ ગોસ્વામી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો, અને સાથે સાથે તેને આત્મહત્યા કરી તેથી તેના વિરૂદ્ધ પણ અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 


ગોંડલમાં ખેતરના કૂવામાંથી મળ્યો પ્રેમી પંખીડાનો મૃતદેહ


 રાજકોટ ગોંડલના ઉમવાડા રોડ પર તુલસી એગ્રીની બાજુના ખેતરના કૂવામાંથી યુવક યુવતિના મૃતદેહ મળ્યા હતા. ગૌશાળામાં કામ કરતા લાખાભાઈ વાલાભાઈ ધાનોયા (ઉ.વ.22 ) અને માલીબેન ભોજાભાઈ ગુજરીયા (ઉ.વ.19) ના મૃતદેહ મળ્યા હતા. કૂવાની બાજુમાંથી ઝેરી દવા અને ચંપલ સહિતની વસ્તુઓ મળી આવી હતી. મૃતક યુવક યુવતિ રાત્રીના 2:30 કલાકે બાઈક અને પગપાળા ખેતર નજીક આવ્યા હોવાના CCTV પણ સામે આવ્યા છે. ગોંડલ નગર પાલિક ફાયર બ્રિગેડે મૃતકોના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા. પ્રેમી પંખીડાઓનું મોત ઝેરી દવા પીવાથી થયું કે કુવામાં ડૂબવાથી થયું તેનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે બંને મૃતદેહનો ફોરેન્સિક પીએમ કરવાનો નિર્ણય કર્યો છે. ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.


CCTVમાં થયા કેદ









કુવા પાસેથી ઝેરી દવાની બોટલ, ચંપલ મળ્યા


મૃતક યુવાન અને યુવતિએ જ્યાં આપઘાત કર્યો ત્યાં કુવા પાસેથી યુવકના ચંપલ અને સાથે ઝેરી દવાની બોટલ મળી આવી હતી. ગોંડલ B-ડિવિઝન પોલીસ અને ગોંડલ ફાયર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને કુંવામાંથી યુવક-યુવતીના મૃતદેહને બહાર કાઢ્યા હતા. બંને પ્રેમી પંખીડાની બોડી પીએમ અર્થે પ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ અને બાદમાં ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પી.એમ.રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે દવા પીને આત્મહત્યા કરી છે કે શું?. પીએમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.