Ankita Bhandari Murder Case: અંકિતા ભંડારી હત્યા કેસમાં હવે મૃતકનો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર અંકિતાનું મોત ગૂંગળામણ અને ડૂબી જવાથી થયું છે, તેમજ શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. જોકે, ઈજા કેવી રીતે થઈ તે સંપૂર્ણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
સંબંધીઓએ શું કર્યો દાવો
પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા પછી, અંકિતાના અંતિમ સંસ્કારને આજે અટકાવી દેવામાં આવ્યા છે. પરિવારના સભ્યોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને ફરીથી કરાવવાની માંગ કરી હતી. વહીવટીતંત્ર આજે અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારના સભ્યોને સમજાવવામાં વ્યસ્ત છે. અંકિતાના પરિવારજનોએ પણ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. પરિવારજનોએ સવાલ ઉઠાવતા પૂછ્યું કે, રિસોર્ટ કેમ તોડી પાડવામાં આવ્યું? સંબંધીઓએ દાવો કર્યો હતો કે પુરાવાનો નાશ કરવા માટે આ રિસોર્ટને તોડી પાડવામાં આવ્યું છે.
કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે
તમને જણાવી દઈએ કે, શનિવારે ચિલા પાવર હાઉસની કેનાલમાંથી અંકિતા ભંડારીનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકિતાના મૃતદેહની ઓળખ મૃતકના પિતા અને ભાઈએ કરી હતી, ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમ્સ ઋષિકેશ લઈ જવામાં આવ્યો હતો. સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ હત્યાકાંડને લઈને કડક વલણ અપનાવ્યું છે.
મુખ્યમંત્રીએ મામલાની તપાસ માટે SITની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે તેમણે આશ્વાસન આપ્યું કે આ મામલામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા થશે.
આ પણ વાંચોઃ