Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Ankita Murder Case: પોલીસને આ કેનાલમાંથી અંકિતાનો મૃતદેહ મળ્યો, SDRF અને પોલીસે હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન
અંકિતા ભંડારીનો મૃતદેહ આજે સવારે ઉત્તરાખંડના ઋષિકેશની ચિલ્લા કેનાલમાંથી પોલીસને મળી આવ્યો છે. જે બાદ અંકિતાના પરિવારજનોએ લાશની ઓળખ કરી હતી આ કેસમાં રિસોર્ટના માલિક પુલકિત આર્ય સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરાખંડના પૌડી જિલ્લાના યમકેશ્વર વિસ્તારના એક રિસોર્ટમાંથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયેલી અંકિતા ભંડારીનો મૃતદેહ ચિલ્લા કેનાલમાંથી મળી આવ્યો છે.
SDRF અધિકારીએ કહ્યું કે, સવારે 7 વાગ્યાથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, જેમાં અમને એક મહિલાનો મૃતદેહ મળ્યો, ત્યારબાદ અંકિતાના પરિવારના સભ્યો અહીં આવ્યા અને તેની ઓળખ કરી. હાલ મૃતદેહને ઋષિકેશ એઈમ્સ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
ઋષિકેશના અધિક પોલીસ અધિક્ષક શેખર સુયલે જણાવ્યું કે મૃતકના ભાઈ અને પિતા અહીં હતા અને તેઓએ લાશની ઓળખ કરી.
19 વર્ષની અંકિતા ભંડારી થોડા દિવસો પહેલા ગુમ થઈ ગઈ હતી. તે એક રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી.
રિસોર્ટમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ