✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અંકલેશ્વરઃ યુવકને પરીણિત યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, સેક્સ માણતાં જ થયો ઝઘડો ને પછી શું થયું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2018 10:44 AM (IST)
1

સાવચેતીપૂર્વક ફાયર બ્રિગેડે કામગીરી કરી પરંતુ મગરોને કારણે નદીમાં કપડા શોધવામાં સફળતા મળી ન હતી. આખરે સાડા ચાર કલાકે શોધખોળ પડતી મૂકી દેવી પડી હતી અને અંકલેશ્વર પોલીસ કબજે કર્યા વિના જ પરત ફરી હતી.

2

ફાયર બ્રિગેડના જવાનોએ વાસના બંબુ અને બિલાડી નાખીને પોણા ત્રણ કલાકથી વિશ્વામિત્રી પાણીમાં શોધખોળ કરતા હતા. પરંતુ કપડાને બદલે કાદવ બહાર આવતો હતો. વિશ્વામિત્રી નદીમાં મગરોની વસાહતો છે. આ કામગીરી દરમિયાન બે મગરો ત્યાં આવી ગયા હતાં. જવાનો બિલાડી કે બંબુ નાખતા ત્યારે તે બે મગરો ત્યાં આવી ગયા હતાં અને તેમની નજીક જવાનો પ્રયાસ કરતા હતાં.

3

પૂછપરછમાં આરોપીએ આ કપડા વડોદરા શહેરના ભીમનાથ બ્રીજ ઉપરથી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હોવાની કેફિયત રજૂ કરી હતી. જીન્સનું પેન્ટ અને શર્ટનુ ફીલ્લુ વાળીને તેણે બ્રીજ પરથી જ કપડા ફેંકી દીધા હતાં. તે શોધવા માટે અંકલેશ્વર પોલીસની ટૂકડી શનિવારે બપોરે અઢી કલાકે વડોદરા આવ્યા હતા અને ફાયર બ્રિગેડના જવાનોની મદદ લીધી હતી.

4

પરિણીતાનું મોત થતાં ઉદયે ત્યાં નજીકમાં પડેલી ચાદરથી પ્રેમિકાની લાશ ઢાંકી દીધી હતી અને પછી તેને સળગાવી ભાગી ગયો હતો. જોકે, પોલીસે હત્યારા ઉદયને પકડી પાડ્યો હતો. ઉદયની કેફિયત મુજબ તેણે હત્યા કરતી વખતે જે પેન્ટ અને શર્ટ પહેર્યું હતું તે કપડા તેણે વડોરા શહેરના ભીમનાથ બ્રીજ ઉપરથી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતાં.

5

અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતો ઉદય સાતપૂતે પરણીતાના પ્રેમમાં પડ્યો હતો. બન્ને એકબીજાને મળતા રહેતા હતાં. ગત ૨૩મી ડિસેમ્બરે ઉદય પ્રેમિકા સાથે હતો ત્યારે તેણે પ્રેમિકાના બીજા યુવક સાથેના સંબધો અંગે શંકા વ્યક્ત કરતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉદયે પ્રેમિકાના વાળ પકડી ખેંચતાં તે જમીન પર પટકાઈ હતી. જેમાં તેને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત થયું હતું.

6

અંકલેશ્વરઃ પરિણીત યુવતી અને યુવકના પ્રેમસંબંધમાં તકરાર થતાં યુવકે યુવતીને જીવતી સળગાવી દેતાં સમગ્ર અંકલેશ્વરમાં ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રેમિકાની હત્યા કર્યા પછી તેની લાશ સળગાવી દીધી હતી. આરોપીએ હત્યા પછી પહેરેલા કપડા વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતાં. પોલીસે નદીમાં શોધખોળ કરી પરંતુ કપડા હજુ હાથ લાગ્યા નથી.

  • હોમ
  • ક્રાઇમ
  • અંકલેશ્વરઃ યુવકને પરીણિત યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, સેક્સ માણતાં જ થયો ઝઘડો ને પછી શું થયું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.