IND vs RSA: હાર્દિક પંડ્યાની વિકેટ પડતા ખુશ થઈને આફ્રીકન કેપ્ટને કર્યું આવું
ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં પંડ્યાનું યોગદાન રહ્યું હતું. આ ઉપરાંત અનુભવી ચેતેશ્વર પુજારાએ 26 અને ભુવનેશ્વર કુમારે 25 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકાએ બીજા દિવસે 2 વિકેટ પર 65 રન બનાવ્યા હતાં. જ્યારે ત્રીજા દિવસની રમત વરસાદમાં ધોવાઇ ગઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પંડ્યાના આઉટ થવા પર સાઉથ આફ્રિકન ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ખુશીથી બોલર રબાડાના માથા પર કિસ કરી હતી. રબાડાએ જ્યારે હાર્દિકની વિકેટ લીધી ત્યારે ડુ પ્લેસીસ તેની પાસે ગયો હતો અને બોલરનું માથુ ચૂમ્યું હતું. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. ભારતીય ટીમની પહેલી ઇનિંગ 209 રન પર પૂરી થઇ હતી.
જ્યારે હાર્દિકે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી ત્યારે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સહિત સમગ્ર ટીમે ઉભા થઇને તાળીઓ પાડી હતી. પંડ્યાએ 46 બોલ પર પચાસ રન પૂરા કર્યાં હતાં. એવું લાગી રહ્યું હતું કે હાર્દિક પોતાના કરિયરની બીજી સદી પૂરી કરશે પરંતુ કૈગિસો રબાડાએ તેને 93 રનના અંગત સ્કોર પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી આ મોટી વિકેટ હતી. આથી આફ્રિકન કેપ્ટન ખુબ જ ખુશ થઇ ગયો હતો.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકામાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ જવાબી હુમલામાં શાનદાર પ્રદર્શન કરતા મેચના બીજા દિવસે હાફ સેન્ચુરી ફટકારી હતી. પંડ્યાની આ હાફ સેન્ચુરીના મદદથી ભારેત દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ વાપસી રતા પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 209 રન બનાવ્યા હતા. તેણે ભુવનેશ્વર કુમાર સાથે આઠમી વિકેટ માટે 99 રનની ભાગિદારી નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -