Delhi Crime News: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય ગોયલનો ફોન બદમાશ ચોરીને ફરાર થઈ ગયો હતો. સોમવાસે સાજે બદમાશે જામા મસ્જિદના મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ચાર પાસે ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજની મદદથી બદમાશને ઓળખવાની કવાયત શરૂ કરી હતી.
પોલીસ સૂત્રો મુજબ, ભાજપ નેતા વિજય ગોયલના પીએસઓએ પોલીસને ફોન કરી ઘટનાની જાણકારી આપી હતી. સોમવારે સાંજે પોણા સાત વાગ્યે ભાજપ નેતા સુભાષ માર્ગથી દરિયાગંજથી લાલકિલ્લા તરફ જતા હતા. તેઓ પોતાની અર્ટિગા કારમાં બેસીને ફોન પર વાત કરતા હતા. તેમની કારનો કાચ ખુલ્લો હતો અને તેઓ ફોન પર વાત કરતા હતા. આ દરમિયાન એક બદમાશ પગપાળા ચાલતો તેમની કાર પાસે આવ્યો અને હાથમાંથી ફોન છીનવીને ફરાર થઈ ગયો.
યુવક ફોનની ચીલઝડપ કરીને ભાગતા જ સુરક્ષાકર્મીઓ તેની પાછળ ભાગ્યા. પરંતુ બદમાશ સુરક્ષાકર્મીને થાપ આપીને ફરાર થઈ ગયો. પોલીસ અધિકારીના કહેવા મુજબ, આ યુવક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. તેણે બ્લૂ શર્ટ અને સફેદ ટોપી પહેરી હતી. પોલીસની ટીમો બનાવીને તેને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ
ICAI Foundation Exams : સીએ ફાઉન્ડેશનની પરીક્ષાની તારીખમાં થયો બદલાવ, જાણો ક્યારે લેવાશે
Russia Ukraine War: યુક્રેનમાં અમેરિકન ટીવી નેટવર્ક ફોક્સ ન્યૂઝના કેમેરામેનનું મોત, રિપોર્ટર ઘાયલ
Coronavirus Cases Today: કોરોનાના નવા કેસમાં આજે 12 ટકાનો વધારો, સતત બીજા દિવસે વધ્યા કેસ