Coronavirus Cases Today India: દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસો ઝડપથી ઘટી રહ્યા છે. જોકે તેમ છતાં દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના નાવ મામલામાં આજે સતત બીજા દિવસે વધારો થયો છે. ગઈકાલે દેશમાં 2568 કેસ નોંધાયા હતા તેના કરતાં 12 ટકા વધારે કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 2876 નવા કેસ નોંધાયા છે અને 98 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 4722 સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.38 ટકા છે.
- એક્ટિવ કેસઃ 32,811
- કુલ ડિસ્ચાર્જઃ 4,24,50,55
- કુલ મૃત્યુઆંકઃ 5,16,072
- કુલ રસીકરણઃ 180,60,93,107
12-14 વર્ષના બાળકોનું આજથી રસીકરણ
દેશમાં આજથી 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થયું છે. આ બાળકોને બોયોલોજિકલ ઈ-હૈદરાબાદ નિર્મિત કોર્બેવેક્સ રસી આપવામાં આવશે. ઉપરાંત 60 વર્ષથી મોટી વયના લોકો પણ પ્રીકોશન ડોઝ લઈ શકશે. દેશમાં અત્યાર સુધીમાં 15-18 વર્ષના બાળકોને જ રસી આપવામાં આવતી હતી.
કોરોનાનો આવશે નવો વેરિઅન્ટ ?