બેંગ્લુરુઃ કર્ણાટકના તટીય જિલ્લા દક્ષિણ કન્નડમાં મંગળવારે રાત્રે અજાણ્યા બદમાશોઓ બીજેપી યુવા મોરચાના એક કાર્યકર્તાની કથિત રીતે હત્યા કરીને દીધી. સુલિયાનો રહેવાસી 31 વર્ષીય કાર્યકર્તા પ્રવીણ નેતારુ પર બાઇક પર સવાર બે અજાણ્યા શખ્સોએ તલવારોથી હુમલો કરી દીધો, અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પ્રવીણ નેતારુની પુતૂરની નજીક બેલ્લારે ગામના પેરુવાજા ક્રૉસમાં એક ચિકનની દુકાન હતી. 


પુત્તૂર વિસ્તારમાં કલમ 144 લાગુ - 
ઘટના બાદ, શહેરમાં તણાવનો માહોલ છે કેમ કે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) દ્વારા હત્યાની નિંદા કરવા માટે કેટલાક તાલુકાઓમાં બંધનુ એલાન કરવાની સાથે સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યુ છે. વળી, બીજીબાજુ વિરોધને ધ્યાનમાં રાખીને પુત્તૂર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, અને બેલ્લારે ગાંમમાં સુરક્ષા દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ઉડુપી અને દક્ષિણ કન્નડ જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે વધારાના ફોર્સને તૈનાત કરી દેવામા આવ્યુ છે.






ઘટના બાદ, તરત જ ભાજપના યુવા મોરચાના સભ્યોએ હૉસ્પીટલ ઉપર ધરણાં આપ્યા અને ત્યાં વીએચપીએ હત્યા વિરુદ્ધ બુધવારે જિલ્લામાં કદબા, સુલિયા અને પુત્તૂર તાલુકામાં બંદનુ એલાન કરી દીધી હતુ. તેમને પુત્તૂરથી બેલ્લારે સુધી મૃતદેહનુ જુલુસ કાઢવાનો ફેંસલો કર્યો છે, વળી, બેલ્લારે પોલીસે કેસ નોંધીને દોષીઓને પકડવા માટે 4 વિશેષ ટીમનુ ગઠન કર્યુ છે. પોલીસ કેટલાય એન્ગલથી કેસની તપાસ કરવામાં લાગી ગઇ છે.






કઇ રીતે થઇ બીજેપી યુવા નેતાની હત્યા - 
પોલીસે કહ્યું કે, ભાજપના યુવા કાર્યકર્તા પ્રવીણ નેતારુ મંગળવારે મોડી સાંજે અક્ષય પૉલ્ટ્રી ફાર્મની દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યો હતો, ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેની ચાકૂ મારીને હત્યા કરી દીધી. પોલીસે કહ્યું કે, જેવો તેના પર હુમલો કરવામાં આવ્યો તેને ભાગવાની કોશિશ કરી, પરંતુ માથામાં હુમલો થવાના કારણે તે પડી ગયો. સ્થાનિકોએ તરતજ પોલીસને જાણ કરી, જે ઘટનાસ્થળ પર પહોંચી અને લોહીથી લથપથ પ્રવીણ નેતારુને હૉસ્પીટલ લઇ ગઇ, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


મુખ્યમંત્રીએ ઘટના પર શું કહ્યું -
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઇએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, જલદી જ હત્યારાઓની ધરપકડ કરી લેવામા આવશે, આ મામલામાં અત્યાર સુધી 10થી વધુ લોકોની પુછપરછ કરવામાં આવી છે, પાંચ લોકોની ધરપકડ પણ કરાઇ છે.




 


આ પણ વાંચો........... 


Dasha Mata Vrat 2022: આ વિધિ વિધાનથી કરો, કામનાની પૂર્તિ કરતું મા દશામાનું વ્રત, જાણો શું કરવું શું ન કરવું


Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ


Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડના આરોપીઓને આજે પોલીસ કોર્ટમાં કરી શકે છે રજૂ, અલ્પેશ ઠાકોર લીધી રોજીદની મુલાકાત


સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને


Warner Viral Video: અલ્લુ અર્જુનના મોટા ફેન ડેવિડ વોર્નરનો વીડિયો વાયરલ, સ્ટાઈલિશ અંદાજમાં કરી રહ્યો છે એક્શન


જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો