Crime News: આજે પ્રેમનો દિવસ વેલેન્ટાઈન ડે છે. પ્રેમ ક્યારે કોની સાથે થઈ જાય તેનું કંઈ કહી શકાય નહીં. આ દરમિયાન મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે બાળકોની માતા જીજાજીના પ્રેમમાં પડી હતી. બંને શરીર સુખ માણતા હતા ત્યારે તેનો પતિ જોઈ ગયો હતો. જે બાદ મહિલા તેના પતિની આંખોમાં એસિડ નાંખીને જીજાજી સાથે ફરાર થઈ ગઈ હતી. મહિલા તેના બે માસૂમ બાળકોને છોડીને જતી રહી હોવાથી પતિ અને પરિવારના સભ્યો હવે ચિંતિત છે. આ મામલો છતરપુર જિલ્લાના પોલીસ સ્ટેશન કોતવાલી સ્થિત નવા વિસ્તારનો છે.


પાંચ વર્ષ પહેલા થયા હતા લગ્ન


શેખ રફીકે જણાવ્યું કે તેની પત્ની બાળકોને છોડીને જીજા સાથે ભાગી ગઈ છે. રફીકે જણાવ્યું કે પાંચ વર્ષ પહેલા તેના લગ્ન ટીકમગઢ જિલ્લાના પલેરા તાલુકાના લારોગ ગામમાં થયા હતા. લગ્નથી બે પુત્રો છે, જેમની ઉંમર સાડા ચાર વર્ષની છે. મારી પત્ની થોડા દિવસો પહેલા લગ્ન પ્રસંગ માટે તેના મામાના ઘરે ગઈ હતી.




6 ફેબ્રુઆરીના રોજ પત્ની તેની આંખોમાં એસિડ નાખીને બાળકોને છોડીને તેના જીજા રશીદ સાથે ભાગી ગઈ હતી.  ફરિયાદી રફીકનું કહેવું છે કે તે ફરિયાદ કરવા   છતરપુર એસપી ઓફિસ આવ્યો હતો, પરંતુ છતરપુર પોલીસે અરજી સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. હાલમાં ફરિયાદી તેની વૃદ્ધ માતા, બે પુત્રો અને ભાઈ સાથે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યો છે. પોલીસે ફરિયાદીની ફરિયાદ પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. ઉપરાંત મહિલાનો કોઇ પત્તો નથી.


આ પણ વાંચોઃ Astrology:  આ રાશિની છોકરીઓ જ્યાં પણ રહે ત્યાં વરસે છે લક્ષ્મીજીની કૃપા, લગ્ન બાદ ચમકે છે ભાગ્ય


PM મોદીએ શેર કર્યો સુષ્મા સ્વરાજ સાથે જોડાયેલો ભાવુક કિસ્સો, હીરા બા સાથેની મુલાકાત કરી તાજી


Ashwagandha Farming: અશ્વગંધાની ખેતી કરી ખેડૂતોએ ચોંકાવ્યા, અધિકારીએ કહ્યું- ક્યારેય કલ્પના પણ નહોતી કરી