Latest Panchmahal News: પંચમહાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો (Panchmahal crime news) છે. ઘરની છત રિપેર કરવા (To repair the roof of the house) મુદ્દે પિતા-પુત્રમાં થયેલી તકરારનો (Conflict between father and son)  કરૂણ અંજામ આવ્યો હતો. પિતાએ પુત્રની હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી.


શું છે મામલો
 
પાવાગઢના જુના ઢીકવા ગામે ઘરની છત રિપેર કરવા ન જેવી બાબતે પિતા-પુત્રમાં તકરાર થઈ હતી. ઘરની છત ઉપર પતરા મૂકવાની બાબતે પિતા - પુત્ર વચ્ચે થયેલી માથાકૂટ ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા પિતાએ પુત્રના છાતીનાં ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઊતાર્યો હતો. પાવાગઢ પોલીસે આરોપી પિતા ઠાકોરસિંહ પરમારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


સુરતમાં ચાર મહિના અગાઉ બીજા લગ્ન કરનાર વડોદની પરિણીતા પાંચ વર્ષની પુત્રી સાથે પતિ સાથે રહેતી હતી. પરંતુ લગ્નના માત્ર એક મહિનામાં જ પાંચ વર્ષીય પુત્રીને સાવકા પિતાએ પોતાની સાથે અવારનવાર બાથરૂમમાં ન્હાવા અને બેડરૂમમાં લઇ જઇ હોઠ ઉપર કીસ કરવા ઉપરાંત શારિરીક અડપલા કરી પોતાની હવસનો શિકાર બનાવવાની સાથે માતા-પુત્રીને મારી નાંખવાની ધમકી આપતા મામલો પાંડેસરા પોલીસમાં પહોંચ્યો છે.


મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાની 24 વર્ષીય પરિણીતાએ વર્ષ 2018 માં સમાજ રીતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પરંતુ દારૂ પી ત્રાસ ગુજારતા પતિ સાથે મનમેળ ન હોવાથી છુટાછેડા લઇ 5 વર્ષની પુત્રી સાથે વડોદ વિસ્તારમાં રહેતી માસીના ઘરે રહેતી હતી. માસીએ તેનાના ભવિષ્યને ધ્યાનમાં લઇ ઘર નજીક રહેતા અને સાઇકલ રીપેરીંગની દુકાન ચલાવતા સંજય સિંહ (ઉ.વ. 35) નામના રાજસ્થાન ઝુનઝુન જિલ્લાના રહેવાસી સાથે ફેબ્રુઆરી 2024 માં બીજા લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ તેણી 5 વર્ષની પુત્રીને લઇને સંજય સાથે રહેતી હતી અને સંજય સાવકી પુત્રીને પણ પોતાની પુત્રીની જેમ રાખતો હતો. એકાદ મહિના બાદ બપોરે દુકાનેથી આવ્યા બાદ સંજય ન્હાવા માટે જે રીતે પોતાની સાથે લઇ જતો હતો તેવી રીતે લઇ ગયો હતો. પરંતુ પુત્રી અચાનક રડતા-રડતા બહાર આવી હતી અને માતાને કહ્યું હતું કે પાપા હોઠ પે ચુમ્મી કરતે હે ઓર ગંદા કામ કરતે હે. જેથી તે ચોંકી ગઇ હતી અને સંજયને ઠપકો આપ્યો હતો. પરંતુ સંજયે તું મેરે પે ગલત ઇલજામ લગા રહી હે, ઓર યે બાત કીસી કો બતાયી તો તુજે ઓર તેરી બેટી કો માર ડાલુંગા એવી ધમકી આપી હતી. જેથી તે ડરી ગઇ હતી અને ત્યાર બાદ પણ સંજય પુત્રીને પોતાની સાથે બાથરૂમમાં ન્હાવા લઇ જાતો હતો અને તેણી સુતેલી હોય ત્યારે ઉંચકીને બેડરૂમમાં લઇ જઇ દરવાજો અંદરથી બંધ કરી દેતો હતો. ઉપરાંત રાતે પણ પુત્રીની બાજુમાં સુઇ જતો હતો. જેથી પુત્રી સંજયને જોઇને ધ્રુજતી હતી. દસ દિવસ અગાઉ સંજય પુત્રીને બેડરૂમમાં લઇ ગયો હતો અને હોઠ ઉપર કીસ કરવાની સાથે અડપલા કર્યા હતા. જેથી તેણેએ ઠપકો આપતા તેને માર મારી સંજય ઘર છોડીને ચાલ્યો ગયો હતો.