Dwarka News: કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે ખાણના પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડેલી 3 યુવતીઓ ડૂબી હતી. પાણી ભરેલા ખા માં 3 યુવતીઓ ડૂબ્યાની જાણ થતાં સ્થાનિકોએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું.  બે યુવતીના મોત થયા હતા અને એક યુવતી ને બચાવી લેવાઈ હતી. બચવવામાં આવેલી યુવતીને વધુ સારવાર અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખસેડાઈ હતી. બે યુવતીના મોતથી નાના એવા મેવાસા ગામમાં માતમ છવાઈ ગયો હતો.



  • મૃતકના નામ

    સિમરન મકરાણી

  • સુજાનાબેન મુસાભાઇ બ્લોચ  


બચાવી લેવાયેલી યુવતીનું નામ



  • રૂબિના બ્લોચ


બે દિવસ પહેલા સુરતના કામરેજના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં યુવક ડૂબી ગયો હતો.  લાંબી શોધખોળ બાદ યુવકો મૃતદેહ મળી આવ્યો. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામની સીમમાં આવેલ ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી તાપી નદીમાં એક યુવક ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ બારડોલી ફાયર વિભાગને કરવામાં આવતા બારડોલી ફાયર વિભાગના તરવૈયાઓ સ્થળ પર દોડી આવ્યા હતા. લાપતા યુવકની શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ યુવકનો ઊંડા પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જુવાન જોધ દીકરાનું નદીમાં ડૂબી જવાથી મોત થતાં પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. મૃતક યુવકનું નામ આર્યન શિવદયાળ વિશ્વકર્મા છે.  જે મિત્રો સાથે ફરવા ગળતેશ્વર મહાદેવ મંદિરે આવ્યો હતો અને તાપી નદીમાં ન્હાતી વેળાએ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કામરેજ પોલીસ મથકના પોલીસ કર્મચારી જયેશભાઈએ જણાવ્યું હતું કે, તાપી નદીમાં યુવક ડૂબી ગયો હોવાની જાણ થતાં જ અમારી ટીમ તુરત સ્થળ પર દોડી ગઈ હતી. હાજર ફાયર વિભાગના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. થોડા કલાકો બાદ મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો.  


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામે તળામાં કિશોર ડૂબી જતા મોતને ભેટ્યો હતો. સાકરીયા ગામના તળાવમાં એક કિશોર નહાવા માટે તળાવમાં ગયો હતો. શૈક્ષણિક તાલીમ ભવન પાસેના તળામાં કિશોર ત્યાં પહોંચ્યો હતો અને જ્યાં તળાવમાં નહાવા પડ્યો હતો. મોડાસા નગર પાલિકાની રેસ્ક્યુ ટીમ બચાવ માટે ઘટના સ્થળે પહોંચી હતી. રેસક્યુ ટીમ દ્વારા કિશોરની તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કિશોરનો મૃતદેહ હાથ લાગ્યો હતો. રેસક્યુ ટીમે કિશોરના મૃતદેહને તળાવમાંથી બહાર નિકાળ્યો હતો. કિશોરના મોતને લઈ ગામમાં શોકનો માહોલ છવાઈ હતો.