Crime News:  મુક્તસરના બારીવાલામાં રવિવારે એક વ્યક્તિએ ઘરેલું ઝઘડામાં પત્નીની કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. આ હત્યામાં મૃતકના પતિ ઉપરાંત સાસરિયાઓની પણ સંડોવણી સામે આવી છે. પોલીસ સ્ટેશન બારીવાલાએ મૃતક મહિલાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.


પરિણીતાના પિતાએ શું કહ્યું


પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રવિન્દર કૌરે જણાવ્યું કે તેમને સવારે માહિતી મળી કે જસદીપ સિંહે બારીવાલા ગામમાં તેની 35 વર્ષીય પત્ની સરબજીત કૌરની કુહાડી વડે હત્યા કરી છે. માહિતી મળતાં જ તે પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દરમિયાન રસ્તામાં મૃતક મહિલાના પિતા ભૂપર સિંહ મળ્યા હતા. તેણે જણાવ્યું કે જસદીપ સિંહે તેના માતા-પિતા સાથે મળીને સવારે લગભગ 5 વાગે તેની પુત્રી સરબજીત કૌરની કુહાડી વડે હત્યા કરી હતી.


પતિને અવાર નવાર પત્ની સાથે થતો હતો ઝઘડો


જસદીપ ડિપ્રેશનનો શિકાર છે અને તેની દવા પણ ચાલી રહી છે. તે અવારનવાર સરબજીત સાથે નાની નાની બાબતો પર ઝઘડો કરતો હતો. આમાં જસદીપના માતા-પિતાએ પણ તેને સાથ આપ્યો હતો. રવિવારે પણ ઘરેલુ વિવાદમાં મામલો વધી ગયો હતો. જસદીપે પુત્રી સરબજીત કૌરની હત્યા કરી હતી.  


પોલીસ સ્ટેશન ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર, મૃતકના પિતાના નિવેદન પર તેના પતિ જસદીપ સિંહ, સસરા સુખદેવ સિંહ અને સાસુ હરજિંદર કૌર વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. . સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતકને 15 વર્ષનો પુત્ર પણ છે. જો કે આ કેસમાં પોલીસ હજુ પણ આરોપીઓ ફરાર હોવાનું જણાવી રહી છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.


આ પણ વાંચો


Hyundai Creta: હ્યુન્ડાઈ ક્રેટમાં મળશે હવે સુવિધા, ડ્રાઈવિંગની મજા થશે બમણી


Coronavirus Cases Today:  કોરોનાને લઈ રાહતના સમાચાર, દેશમાં 24 કલાકમાં માત્ર 6 સંક્રમિતોના મોત


Deoghar Ropeway Incident: દેવઘરમાં ત્રિકુટ પહાડ પર મોટી દુર્ઘટના, રોપવેમાં ફસાયા અનેક પ્રવાસી, એકનું મોત


Natural Farming:  હળવદ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સ્ટોલ લગાવીને ગ્રાહકોને સીધો જ માલ વેચીને કરે છે કમાણી