Uttarakhand Crime News: ઉત્તરાખંડના દેહરાદૂનમાં સુહાગરાત પર પતિ દ્વારા કથિત રીતે સેક્સ પાવર અને સ્ટેમિના વધારા માટે વિયાગ્રા ખાઈને નવી નવેલી દુલ્હન સાથે સંબંધ બનાવવાનો તથા અપ્રાકૃતિક સેક્સ કરવાનો મામલો સામે આવ્યો છે. પતિની આ હરકતથી તંગ આવેલી પત્નીએ એફઆઈઆર નોંધવી હતી. પત્નીએ પતિ સહિત સાસુ-સસરા અને એક અન્ય સામે દહેજ, માનસિક દુખત્રાસની ફરિયાદ નોંધાવી હતી.
દહેરાદૂનના કોતવાલી વિસ્તારમાં રહેતા એક યુવકે સુહાગ રાને કામોત્તેજક દવા વિયાગ્રા ખાઈને પત્ની સાથે જબરદસ્તીથી અપ્રાકૃતિક સેક્સ કર્યુ હતું. પીડિત પત્નીની ફરિયાદના આધારે પોલીસે મામલો નોંધી પતિ સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
લગ્ન બાદ પિયરથી પરત ફર્યા બાદ અપ્રાકૃતિક સંબંધ બનાવ્યા
મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેના લગ્ન 7 ફેબ્રુઆરી 2023ના રોજ દહેરાદૂના યુવક સાથે થયા હતા. સુહાગરાતે પતિએ સેક્સ પાવર અને સ્ટેમિના વધારતી દવા ખાઈને તેની સાથે અપ્રાકૃતિક સેક્સ કર્યુ હતું. પીડિતાએ કહ્યું કે, થોડા દિવસ બાદ તે પિયર આવી હતી. પિયરથી જ્યારે ફરી સાસરે ગઈ ત્યારે પતિએ ફરી તેની ઈચ્છા વિરુદ્ધ અપ્રાકૃતિક સંબંધ બાંધ્યો હતો. જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે પતિએ મારપીટ કરી અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.
લગ્ન જીવન તૂટતું બચાવવા ચૂપચાપ સહન કર્યુ
મહિલાએ કહ્યું, લગ્નજીવન તૂટતું બચાવવા તે ઘણા દિવસો સુધી બધું ચૂપચાપ સહન કરતી રહી. જ્યારે સ્થિતિ અસહ્ય બની ગઈ ત્યારે એક દિવસ તેણે હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવતાં તેનો જીવ બચી ગયો હતો. આ દરમિયાન પતિએ આ અંગે કોઈને ન કહેવા જણાવ્યું હતું.
સાસુ-સસરા સામે પણ લગાવ્યો આરોપ
પીડિત મહિલાએ હવે આરોપી પતિ સામે પોલીસ સ્ટેશનમાં અપ્રાકૃતિક સેક્સ સહિત વિવિધ કલમો અંતર્ગત કેસ નોંધાવ્યો છે. ઉપરાંત સાસુ-સસરા પર દહેજ માટે પરેશાન કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
આ પણ વાંચોઃ
Health Tips: હજારો રૂપિયાનો દવાનો બચી જશે ખર્ચ, રોજ બે Kiwi ડાયટમાં કરો સામેલ
Diwali Gifts: દિવાળી પર મિત્રો અને સંબંધીઓને ગિફ્ટમાં આપો ડ્રાય ફૂટ, અહીં મળશે સસ્તા
Gandhinagar: રાજ્યના કયા બે ડીવાયએસપીને એસપી તરીકે મળ્યું પ્રમોશન? જાણો