અમદાવાદઃ  ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થયું છે. આશાબેન પટેલની શુક્રવારે રાત્રે  તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું. 


આશાબેન પટેલ ગુજરાતના ઉચ્ચ શિક્ષિત ધારાસભ્યોમાં એક હતાં. આશા બેન  પટેલ સાયન્સનાં વિદ્યાર્થિની હતાં અને કેમિસ્ટ્રી વિષયમાં એમ.એસસી., એમ.એડ કર્યા પછી તેમણે  કેમિસ્ટ્રી વિષયમાં પી.એચ.ડી કર્યું હતુંઆશાબેન પટેલે કોલેજમાં પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપી હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) સાથે જોડાયા પછી આશાબેન રાજકારણમાં આવ્યાં હતાં. ભાજપના ગઢ મનાતા ઉંઝામાં દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને આશાબેન પટેલ ધારાસભ્ય બન્યાં હતાં. તાજેતરમાં દિલ્લીના પ્રવાસેથી પાછા ફર્યા બાદ ડેંગ્યુને લીધે અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં. આશાબેન પટેલ લીવર ડેમેજને લીધે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા.


આશાબેનની ધારાસભ્ય તરીકે પહેલી જ ટર્મ હતી. આશાબેન પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. પાટીદાર અનામત આંદોલન દરમિયાન નેતા તરીકે ઉભરેલાં આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને સોપો પાડી દીધો હતો.


પ્રથમવાર 2017માં કોંગ્રેસના બેનર પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે પક્ષપલટો કર્યો હતો અને ફેબ્રુઆરી 2019ના રોજ ભાજપમાં જોડાયા હતા. એ વખતે તેમણે ધારસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં યોજાયેલી ઉંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આશાબેન પટેલ ફરીથી ઊંઝા સીટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં.


કમનસીબે આશાબેન પોતાની પહેલી ટર્મનાં પાંચ વર્ષ પૂરી કરી શક્યાં નથી અને નિધન થયું છે. આશાબેનની વય માત્ર 44 વર્ષની હતી. 6 જાન્યુઆરી, 1977ના રોજ ઉંઝાના વિસોલ ગામે જન્મેલાં આશાબેને બહુ નાની વયે વિદાય લઈ લીધી છે. 


 


અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે 22 ડિસેમ્બરથી સપ્તાહમાં આટલા દિવસ દોડશે


 


રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, આ શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ


India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા ? જાણો લેટેસ્ટ આંકડો


US Tornadoes: અમેરિકમાં ચક્રવાતી તોફાને મચાવ્યો કેર, 100થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ, અનેક ઇમારશ ધરાશાયી, જાણો કેવી છે, સ્થિતિ