Gir Somnath News: ગીર સોમનાથના ઉના તાલુકામાં લગ્ન ન થતા યુવકે એજન્ટ મારફત લગ્ન કરીને છેતરાયો હતો. 1.75 રૂપિયા ખર્ચીને સુરતથી લાવેલી દુલ્હન 6 દિવસ રહીને 3 તોલા સોનાના ઘરેણા સાથે પલાયન થઈ ગઈ હતી.  ઉનાના ભડિયાદર ગામનો યુવક લુંટરી દુલ્હનનો ભોગ બન્યો હતો. ભડિયાદર ગામના યુવકે ગામના જ એજન્ટ મારફતે 1.75 લાખ ખર્ચ કરી લગ્ન કર્યા હતા. ગામના એજન્ટે અને સુરતના એજન્ટ સાથે મળી લગ્ન કરાવ્યા હતા.

યુવકે 1.75 લાખ રૂપિયા આપીને યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવક  ને મહિલા હોસ્પિટલના કામે ઉના ખાતે આવ્યા હતા. મહિલા હોસ્પિટલેથી શૌચાલયનો બહાને નાસી છૂટી હતી. મહિલા પોતાની સાથે યુવકના પરિવાર તરફથી આપેલા 3 તોલા જેટલા સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. મહિલાની પરિવારે શોધખોળ કરતા મળી ન આવતા ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


થોડા દિવસ પહેલા ગાંધીનગરના ત્રણ યુવકો સાથે લાખોની ઠગાઈ કરી વલસાડની લુંટેરી દુલ્હન અને તેની ટોળકી ફરાર થઈ ગઈ હતી. ગાંધીનગરના રૂપાલ અને રાંધેજા ગામમાંથી પ્રકાશમાં આવી હતી. જ્યાં ગામમાં રહેતા એક બે નહીં પરંતુ ત્રણ યુવાનો વલસાડની લૂંટેરી ગેંગનો શિકાર બન્યા  હતા. રૂપાલ ગામમાં રહેતો યુવાન ચીનમય અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને તેના માટે પરિવારજનો યુવતી શોધી રહ્યા હતા. જોકે ગામમાં જ રહેતા શૈલેષ કનુભાઈ પટેલે ચીનમયને એક યુવતીનો ફોટો બતાવ્યો હતો અને આ યુવતી તારા માટે સારી રહેશે તેમ કહેતા તેણે પરિવારજનોને ફોટો બતાવ્યા બાદ શૈલેષ પટેલ સાથે વલસાડના ચીખલીથી આગળના વિસ્તારમાં ખેતરમાં યુવતી જોવા માટે ગયા હતા. જ્યાં યુવતીના મામાના ઘરે તેમને યુવતી બતાવવામાં આવી હતી. યુવાન અને યુવતીએ એકબીજાને પસંદ કરી લેતા પરિવારજનોએ લગ્નનું નક્કી કર્યું હતું. જોકે શૈલેષભાઈએ કહ્યું હતું કે, યુવતીના પરિવારજનો લગ્નનો ખર્ચ કરી શકે તેમ નહીં હોવાથી તેમને આર્થિક મદદ કરવી પડશે અને તે પેટે ત્રણ લાખ રૂપિયા રોકડા નારદીપુર ખાતે યુવતીના જીજાજી હિતેશ વિમલેશભાઈ પટેલને આપ્યા હતા. 17  ફેબ્રુઆરીના રોજ સેક્ટર 24માં આવેલી આર્ય સમાજની વાડીમાં ચીનમય અને યુવતી માનસીના લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ માનસીએ મોબાઇલની માંગણી કરતા ૨28,000નો ફોન લઈ આપ્યો હતો અને ત્યારબાદ તે પંદર દિવસ રોકાઈને પિયર ગઈ હતી. ત્યાંથી આવયા બાદ દાંતની ટ્રીટમેન્ટ કરાવવાનું કહીને 24,000ની માગણી કરી હતી. જોકે ચીનમયએ રૂપિયા આપવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગઈ હતી અને તને બરબાદ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. જેના પગલે શૈલેષભાઈને જાણ કરતાં તેમણે 15 દિવસમાં માનસીને પરત લઈ આવવાની વાત કરી હતી. જો કે તપાસ કરતા ગામમાં રહેતા મેહુલ અને સંદીપ નામના યુવાનો પણ આ જ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ટોળકીએ રૂપાલ, રાંધેજા, કડી તેમજ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કુલ છ જેટલા યુવાનોને છેતર્યા છે અને તેમની પાસેથી 20 લાખ ઉપરાંતની રકમ મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચોઃ


Ahmedabad Weather: 24 કલાકમાં AMC એ લીધો યુ ટર્ન, રેડમાંથી કર્યુ ઓરેન્જ એલર્ટ