દાહોદઃ ઉસરવાણ ગામે 22 વર્ષીય યુવકની હત્યા કરી નાંખવામાં આવતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી ગઈ છે. આ હત્યા પ્રેમપ્રકરણમાં કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. લોખંડના પાઈપ ગટદાપાટુનો માર મારી માથાના ભાગે ઇજાઓ થતાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. ત્રણ જેટલા ઈસમોએ માર મારી હત્યા કરી નાંખી હતી. જાલત ગામના અજિત બીલવાળની હત્યા કરાઈ છે. પ્રેમસંબંમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં પતિ-પત્ની ઔર વો, પત્નીએ પતિની પ્રેમીકાનું અપહરણ કરી માર્યો ઢોર માર, યુવતી સારવાર હેઠળ
રાજકોટ: રાજકોટ રાજકોટમાં શહેરમાં પતિ-પત્ની ઔર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના અવધ રોડ પર એક યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે. યુવતીને બે મહિલાઓ અને એક પુરૂષે ઢોર માર માર્યો છે. યુવતીને જેની સાથે પ્રેમ સબંધ હતો તેની પત્નિએ એક મહિલા અને એક પુરૂષ સાથે મળીને પારેવડી ચોકમાંથી ઢોર માર મારતા અવધ રોડ લઇ જવાઇ હતી. યુવતી હાલ સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ, પત્ની પોતાના પતિને તેની પ્રેમિકા સાથે જોઈ જતા પત્ની અને તેના સાથી મિત્રોએ પતિની પ્રેમિકાનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હતો અને તેના ગુપ્તાંગમાં મરચું ભરી દીધું હતું. સમગ્ર મામલે પ્રેમિકાને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
ભુજઃ ભુજ તાલુકાના સુખપર ગામના યુવાનને સોશિયલ મીડિયા પર પરિચયમાં આવેલી યુવતીએ શરીર સુખ માણવા માટે બોલાવ્યો હતો. યુવક શરીર સુખ માણવાની લાલચમાં ગયો હતો. છોકરી સાથે રૂમમાં રંગરેલિયાં મનાવવામાં વ્યસ્ત હતો ત્યારે જ આવેલી મહિલાએ યુવક પર આક્ષેપ મૂકયો હતો કે, મારી દીકરી પર બળાત્કરા ગુજાર્યો છે.
આ બહાને યુવક પાસેથી પચાસ હજાર પડાવ્યા પછી બ્લેકમેઈલિંગનો સિલસિલો શરૂ થયો હતો. યુવક પાસેથી આ રીતે લાખો રૂપિયા પડાવ્યા પછી તેનું અપરહણ પણ કરાયું હતું. યુવકે ફરિયાદ કરતાં પોલીસે ત્રણ યુવકને ઝડપી લીધા છે. મહિલાની પણ ઓળખ કરી દેવાઈ છે અને તેને પણ ઝડપી લેવાશે. હનીટ્રેપની જાળમાં ફસાવી પોલીસના નામે યુવકનું અપહરણ કરી 16 લાખની ખંડણી માંગવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા છે.
આ ઘટનાની વિગત એવી છ કે, સુખપર ગામમાં રહેતા 36 વર્ષીય વિનોદ ગોરસિયા નામના યુવકને શરીર સુખ માના માટે છોકરી જોઈએ છે તેવી લાલચ આપીને કોલગર્લ પાસે મોકલવામાં આવ્યો હતો. ફરિયાદી યુવાન છોકરી સાથે રૂમમાં ગયો અને રંગરેલિયાં મનાવી રહ્યો હતો ત્યારે એક મહિલાએ આવીને યુવકને ધમકી આપી કે, તેં મારી દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે. તેણે મામલો શાંત પાડવા રૂપિયા લઈ લીધા હતા.
આ ઘટના પછી પોતાને પોલીસ તરીકે ઓળખાવનારી મહિલાએ આવીને ફરિયાદ ન નોંધવાના રૂપિયા 50 હજાર પડાવી લીધા હતા. ત્યાર પછી બ્લેકમેઈલિંગ શરૂ થયું હતું, બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ દવા પી લીધી છે, હવે મરી ગઈ છે જેવા વિવિધ બહાના કરી વિનોદ પાસેથી લાખો રૃપિયા લઈ લેવામાં આવ્યા હતા. બાદમાં અચાનક વિનોદનું મીરજાપરના બસ સ્ટેન્ડથી અલ્ટો કારમાં અપહરણ કરીને 16 લાખની ખંડણી માંગવામાં આવી હતી. તે સમયે ગાડીમાં માર મારી 16 હજાર લૂંટી લેવાયા હતા. ગાડીમાં આવેલા શખ્સો કથીત રીતે એલસીબીના માણસો હોવાની ઓળખ અપાઈ હતી જેથી માનકુવા પોલીસે તપાસ કરીને ભુજની રાવલવાડીમાંથી આરોપી પરેશ રમેશ ગોહિલને ઉઠાવી પૂછપરછ કરતા સગીર અને મીરજાપરના રતન ગઢવીનું નામ સામે આવતાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી 16 હજાર રિકવર કરવામાં આવ્યા છે. હનીટ્રેપમાં સંડોવાયેલી મહિલાના નામ સામે આવતા તેની શોધખોળ જારી હોવાનું ભુજ ડીવાયએસપી જે.એન.પંચાલે જણાવ્યું હતું.