રાજકોટઃ રાજકોટમાં યુવકને પૂર્વ પ્રેમિકા ના ફોટો વાયરલ કરવા ભારે પડ્યા. અંગત પળોના ફોટા વાયરલ કરી દેતા લોકોએ પૂર્વ પ્રેમીને અર્ધનગ્ન કરી મેથીપાક ચખાડ્યો હતો. યુનિવર્સિટી રોડ પર મેથીપાક ચખાડ્યો હતો. યુનિવર્સિટી પોલીસ દ્વારા યુવક યુવતીનું નિવેદન લેવામાં આવ્યું. સારવાર અર્થે યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 


આ અંગેની વિગતો એવી છે કે, શહેરની એક કોલેજમાં સાથે અભ્યાસ કરતાં યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતા. જોકે, યુવતીએ પ્રેમસંબંધ પૂરો કરી દેતા યુવકે અશ્લીલ તસવીરો વાયરલ કરી દેતા હોબાળો મચી ગયો હતો. દરમિયાન યુવકે પરાણે સંબંધ રાખવા દબાણ કરી બાઇક પર બેસાડવાનો પ્રયાસ કરતાં લોકો ભેગા થઈ ગયા હતા અને પૂર્વ પ્રેમી ધોલાઇ કરી નાંખી હતી. 


મંગળવારે સાંજે યુવતી દ્વારકાધીશ હોટેલ પાસે હતી ત્યારે પૂર્વ પ્રેમી બાઇક લઇને ત્યાં આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યો હતો, એટલું જ નહીં યુવતીને બળજબરીથી પોતાના સ્કૂટર પાછળ બેસાડવાના ખેલ શરૂ કર્યા હતા. યુવક છેડતી કરતો હોવાનું સમજી લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને યુવકની ધોલાઇ કરી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને યુવક તથા યુવતીને પોલીસ મથકે લઇ જવાયા હતા. 


રાજકોટ:  રાજકોટ રાજકોટમાં શહેરમાં પતિ-પત્ની ઔર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના   અવધ રોડ પર એક યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે.  યુવતીને બે મહિલાઓ અને એક પુરૂષે  ઢોર માર માર્યો છે.  યુવતીને જેની સાથે પ્રેમ સબંધ હતો તેની પત્નિએ એક મહિલા અને એક પુરૂષ સાથે મળીને પારેવડી ચોકમાંથી ઢોર માર મારતા અવધ રોડ લઇ જવાઇ હતી.   યુવતી હાલ સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ,  પત્ની પોતાના પતિને તેની પ્રેમિકા સાથે જોઈ જતા પત્ની અને તેના સાથી મિત્રોએ પતિની પ્રેમિકાનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હતો અને   તેના ગુપ્તાંગમાં મરચું ભરી દીધું હતું. સમગ્ર મામલે પ્રેમિકાને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. 


ગુજરાતમાં કોરોના વાયરસના કેસ


ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 367   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 3925  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 36 લોકો વેન્ટીલેટર પર છે. 3889 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1206445 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10906 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 4 લોકોના મોત થયા છે.


અમદાવાદ કોર્પોરેશનમાં 157, વડોદરા કોર્પોરેશનમાં 56, વડોદરા 31,  બનાસકાંઠા 14,  ગાંધીનગર કોર્પોરેશન 12, આણંદ 8 , ભરુચ 7, દાહોદ 7, પાટણ 7, તાપી 7, સાબરકાંઠા 6, રાજકોટ 5, સુરત કોર્પોરેશન 5 કેસ નોંધાયા છે. 


બીજી તરફ આજે  902 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.79  ટકાએ પહોંચ્યો છે. આજે 11,86,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 4 લોકોના મોત થયા છે.   વડોદરા કોર્પોરેશન 2, ભરુચ 1, પોરબંદર 1  કોરોના દર્દીનું મોત થયું હતું.


અત્યાર સુધીમાં કુલ 1,20,6445  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.79 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 17 ને પ્રથમ અને 40 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3537 ને પ્રથમ અને 8343 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12199 ને પ્રથમ અને 55004 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 7665 ને પ્રથમ અને 80938 ને બીજો ડોઝ અપાયો હતો. 18346 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,86,089  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,24,75,788 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.