થરાદઃ ડીસાના દાડમના વેપારીની હત્યા કર્યા પછી હાથ બાંધેલી હાલતમાં થરાદ પાસેની કેનાલમાંથી લાશ મળી આવતાં ખભળાટ મચી ગયો છે. વેપારી સોમવારે 41 લાખ રૂપિયા લઈને ઘરેથી નીકળ્યા પછી ગઈ કાલે થરાદની કેનાલમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસ કરતાં આ લાશ ડીસાની શાંતિનગર સોસાયટીમાં રહેતા વેપારી સંતોષભાઇ ઉર્ફે સંજયભાઇ પરમાર (માળી)ની હોવાનું સામે આવ્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, વેપારી સંજયભાઈ દાડમના નાણા ચૂકવવા માટે સોમવારે સવારે થરાદના ખેડૂતો પાસેથી લીધેલા દાડમના નાણા ચૂકવવા માટે ઘરેથી રૂપિયા 30 લાખ અને બેંકમાંથી રૂપિયા 11 લાખ મૂળી કુલ 41 લાખ રૂપિયા સાથે પોતાની સ્વિફ્ટ કારમાં ઘરેથી નીકળ્યા હતા. તેમજ રાત્રે ઘરે આવી જવાનું જણાવ્યું હતું.
જોકે, સોમવારે મોડી રાત્ર સુધી તેમનો કોઈ સંપર્ક ન થતાં તેઓ મંગળવાર સવારે થરાદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એમની હત્યા કરાયેલી અને હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હોવાની જાણ થતાં તેઓ થરાદ હોસ્પિટલ દોડી ગયા હતા.
સંજયભાઈના પત્ની ચાંદનીબેને સોમવારે રાત્રે લગભ સાડા નવ વાગ્યે વાત કરી હતી. જેમાં વેપારીની બાજુમાં બેઠેલા માણસો હિન્દીમાં વાત કરતા હતા. આ પછી મોડી રાત્ર સુધી સંજયભાઈ ઘરે ન આવતાં પરિવારજનોએ દાડમની લે વેચનો વેપાર કરતા લાખણી તાલુકાના જડીયાલી ગામના નાનજીજી અણદાજી ચૌધરી સાથે મોબાઈલમાં વાત કરી હતી. તેમણે વેપારી સંજયભાઈ રાત્રે દસ વાગ્યે દિયોદર હતા એમ જણાવ્યું હતું.
લૂંટારુઓએ સંજયભાઈ પાસેથી 41 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ગળે ટૂંપો દઈને હત્યા કરી નાંખી હતી. તેમજ હાથ બાંધીને લાશ કેનાલમાં ફેંકી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી તેમની કાર મળી આવી નથી. જેથી લૂંટારા કાર અને પૈસા લઈને ભાગી ગયા હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. વેપારીના ભાઈ સેવકરામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસાઃ ઘરેથી 41 લાખ લઈને નિકળેલા બિઝનેસમેનની ક્યાંથી મળી લાશ ? પત્નિએ ફોન કર્યો તો કોનો અવાજ આવતો હતો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Dec 2020 11:01 AM (IST)
વેપારી સંજયભાઈ દાડમના નાણા ચૂકવવા માટે સોમવારે સવારે થરાદના ખેડૂતો પાસેથી લીધેલા દાડમના નાણા ચૂકવવા માટે ઘરેથી રૂપિયા 30 લાખ અને બેંકમાંથી રૂપિયા 11 લાખ મૂળી કુલ 41 લાખ રૂપિયા સાથે પોતાની સ્વિફ્ટ કારમાં ઘરેથી નીકળ્યા હતા.
તસવીરઃ થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી ડીસાના દાડમના વેપારીની લાશ મળી આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -