દિલ્હી: પ્રેમ પ્રકરણમાં મેજરની પત્નીની હત્યાનો મુખ્ય આરોપી મેજર હાંડાની થઇ ધરપકડ
નવી દિલ્હી: દિલ્હીમાં આર્મી મેજરની પત્નીની શનિવારે ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે મેજરની પત્ની શૈલજાની હત્યા પાછળ અન્ય મેજર નિખિલ હાંડા સાથે પ્રેમ પ્રકરણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ આરોપી મેજર હાંડાની મેરઠ પાસેથી ધરપકડ કરી લીધી છે. આ પહેલા પોલીસ પૂછપરછમાં મેજર અમિત દ્વિવેદીએ પત્નીને કોઈ બીજા મેજર સાથે નજીકના સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
પોલીસે શૈલજા દ્વિવેદીની કોલ રેકોર્ડની તપાસ કરી તેમાં તેની મેજર સાથેની વાતચીતની જાણકારી પણ સામે આવી છે. પોલીસ હાલમાં તમામ એન્ગલથી તપાસ કરી રહી છે.
શનિવારે સવારે મૃતક શૈલજા દ્વિવેદી બેસ હોસ્પિટલ ફીજિયોથેરેપી માટે આવી હતી. સૂત્રો પ્રમાણે ત્યાં શૈલજાને મેજર સાથે હતી. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં શૈલજા મેજર સાથે નજર આવી રહી છે.
ઘટનાસ્થળ પરથી મળેલા સીસીટીવી ફૂટેજના આધાર પર પોલીસને મેજર હાંડા પર શંકા ગઈ હતી, જેના બાદ પોલીસે આરોપીની ધરપકડ મેરઠની કરી લીધી છે. આ પહેલા પોલીસે કહ્યું હતું કે સીસીટીવી અને મૃતકની પાસેથી મળેલી મોબાઈલની ડિટેલ્સથી હત્યાના આરોપી વિશે મહત્વના સુરાગ મળ્યા હતા. તે સુરાગના આધાર પર પોલીસે મૃતકના પરિવારના નજીકના મેજર હાંડા પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
મેજર અનુસાર દિલ્હી આવ્યા પહેલા દીમાપુરમાં તેની પોસ્ટિંગ થઈ હતી. ત્યાં પત્નીના અન્ય મેજર સાથે નજીકના સંબંધો વધ્યા હતા. ત્યાર બાદ તેઓ દિલ્હી આવી ગયા પરંતુ શૈલજા દ્વિવેદી તે મેજર સાથે વાતચીત કરતી હતી. પોલીસ સૂત્રો પ્રમાણે શૈલજા મેજર સાથેના સંબંધને ખતમ કરવા માંગતી હતી.