Delhi Crime News: દક્ષિણ પશ્ચિમ જિલ્લા પોલીસે મહિપાલપુર સ્થિત એક હોટલમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સાત મહિલાઓ, ત્રણ ગ્રાહકો, બ્રોકર, સર્વિસ બોય અને હોટેલ મેનેજરનો પણ સમાવેશ થાય છે. પોલીસે હોટલને સીલ કરી દીધી છે. આ સંદર્ભે વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.
પોલીસે શું કહ્યું
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વસંત કુંજ પોલીસ સ્ટેશનને શુક્રવારે મહિપાલપુર સ્થિત હોટલ સ્વીટ પેલેસમાં દેહ વ્યાપારની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ઈન્સ્પેક્ટર સંજીવ મંડલના નેતૃત્વમાં પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસ ટીમે નકલી ગ્રાહકને મહિપાલપુરની હોટલ સ્વીટ પેલેસમાં મોકલ્યો હતો. ગેંગના લીડર અને મેનેજરે સાત મહિલાઓને ગ્રાહક સમક્ષ રજૂ કરી હતી. બંનેએ ગ્રાહક પાસેથી પૈસા લીધા હતા. ડીલ ફાઇનલ થયા બાદ પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો.
પોલીસે રેકેટ ચલાવતી મુખ્ય મહિલા, અન્ય સાત મહિલાઓ, મેનેજર, એજન્ટ અને સર્વિસ બોય સહિત 14 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે હોટલનું રજીસ્ટર જપ્ત કરી હોટલને સીલ કરી દીધી હતી. પોલીસે મહિલાઓને લાવવા માટે વપરાયેલી કાર પણ જપ્ત કરી છે. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે હોટલ સ્વીટ પેલેસનો મેનેજર સુરેન્દ્ર ગ્રાહકોની લાલચમાં દેહવ્યાપાર કરવા દેતો હતો. સર્વિસ બોય અને દલાલ ડ્રાઈવરની સાથે મહિલાઓને હોટલમાં લઈ જતા હતા.
દલાલ હોટલમાં યુવતીઓ પૂરી પાડીને મેળવતો તગડું કમીશન
ગરીબીના કારણે મહિલાઓ આ ધંધામાં સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. દલાલ હોટલ મેનેજરની માંગણી પર જ હોટલમાં મહિલાઓને પૂરી પાડતો હતો. તેના બદલામાં કમિશન લેતો હતો.
આ પણ વાંચોઃ
Russia Ukraine War: રશિયાના રોકેટ હુમલામાં યુક્રેનના ઓડેસા શહેરનો રનવે થયો તબાહ, જાણો વિગત
LPG Price Hike: મે મહિનાની મોંઘેરી શરૂઆત, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો તોતિંગ વધારો