રૉમાન્સ કરવાની રીત પસંદ ના આવી તો કિસ કરતી વખતે પત્નીએ કાપી નાંખી પતિની જીભ, જાણો વિગતે
ઓપરેશન બાદ ડૉક્ટર્સે કહ્યું કે, પતિની જીભ વિચિત્ર રીતે કપાઇ છે જેના કારણે તે ફરીથી બોલી શકશે નહીં. જોકે, પોલીસે કલમ 326 અંતર્ગત પત્નીની ધરપકડ કરી લીધી છે. આ કલમ હેઠળ ઉંમર કેદની સજા પણ થઇ શકે છે. તેમને કહ્યું કે મહિલા 8 મહિનાની ગર્ભવતી છે. આ દંપતીની 20 નવેમ્બર 2016ના દિવસે લગ્ન થયા હતા.
પીડિત પતિએ પોલીસ ફરિયાદ કરીને પોતાની પત્ની વિરુદ્ધ કેસ કરી દીધો હતો. પીડિત પતિનું સફદરગંજ હૉસ્પીટલમાં ઓપરેશન કરવામાં આવ્યુ હતું.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, 22 વર્ષીય ગર્ભવતી પત્નીનો પતિ સાથે ઝઘડો થયો હતો બાદમાં સમાધાન થઇ ગયું, એક વખતે બન્ને રૉમાન્સ કરી રહ્યાં હતા ત્યારે પતિ પત્નીને કિસ કરવા ગયા તો મહિલાને તે રીત પસંદ ના આવી, બાદમાં ગુસ્સામાં આવેલા પત્નીએ પતિની જીભ જ કાપી લીધી.
કહેવાઇ રહ્યુ છે કે, મહિલાને લાગતુ હતુ કે તેનો પતિ સારો નથી દેખાતો, એટલા માટે તે ખુશ ન હતી. પતિ-પત્નીની વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો.
નવી દિલ્હીઃ દિલ્હીના રનહોલા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક ગર્ભવતી પત્નીએ કિસ (ચુંબન) કરતી વખતે પોતાના પતિની જીભ કાપી નાંખી હતી.