Patan  : પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામમાં નકલી RC બુકનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે  8 ડુપ્લીકેટ RC બુક સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પાટણ LCB અને SOG બાતમીના આધારે મોમીન અસ્ફાકના ઘરે તપાસ કરતા ડુપ્લીકેટ RC બુક બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. આરોપીઓ બેંક કે ફાયનાન્સ કંપનીએ સિઝ કરેલ વાહન અન્ય વ્યક્તિઓને વેચાણ અપાવી RC મેળવી આપવાની જવાબદારી લેતા અને અલગ અલગ જિલ્લાના પાસિંગના  વાહનોની ડુપ્લીકેટ RC બુક બનાવતા. 


8 ડુપ્લીકેટ RC બુક ઝડપાઇ 
સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામમાંથી ડુપ્લીકેટ RC બુક બનાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું. તેમાં સિદ્ધપુરના મુડાણા ગામના મોમીન અસ્ફાક નામના ઇસમને 8 RC બુક અને RC બુક બનાવવાની સામગ્રી સાથે ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીની  કડક પૂછપરછ કરતા આરોપીઓ કઈ રીતે ડુપ્લીકેટ RC બુક બનાવી કેવી રીતે તેનો ઉપયોગ કરે છે તે આરોપી મોમીન અસ્ફાકે કબુલ્યું હતું. ડુપ્લીકેટ RC છાપવાનું કલર પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ પોલીસ વધુ તપાસ કરી રહી છે


તા.4 અને 5 ની નાઇટમાં LCB અને SOG ની માહિતી મળેલ જેના આધારે સિદ્ધપુર ખાતે આરોપી. અસ્ફાક  પોતે નકલી RTO ની સ્માર્ટ કોર્ડ બનાવવાની  વાત હતી તપાસ કરતા 8 જેટલી RC બુક મળી આવી હતી ફોર્મ નમ્બર 24માં વાહનની તમામ માહિતી મેળવી ડુપ્લીકેટ RC બુકમાં ઉમેરી RTO કચેરીમાં જમા કરાવી ઓરીજીનલ RC બુક મેળવી લેતો. 




ડુપ્લીકેટથી ઓરીજીનલ RC બુક સુધી કેવી રીતે પહોંચતા?
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ બેંક કે ફાયનાન્સ કંપનીએ સિઝ કરેલા વાહનો અન્ય વ્યક્તિ ઓને વેચાણ અપાવતા હતા અને તે વાહનની  RC બુક અપાવવા માટેની આરોપી જવાબદારી લેતા હતા બેંક કે ફાયનાન્સ કંપનીએ સિઝ કરેલ વાહનની ઓરીજીનલ RC બુક ન મળે તેવા વાહનનો આરોપી પોતે ડુપ્લીકેટ RC બનાવી ડુપ્લીકેટ RC બુક RTO કચેરીમાં જમા કરાવી ઓરીજીનલ RC બુક મેળવી લેતા અને તે RC બુક વેચલા વાહન માલિકને આપી દેતા.  


આ ગુનાનો ભેજાબાજ જેલમાં છે 
ડુપ્લીકેટ RC બુક કઈ રીતે બનાવવી તે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રજોશણ ગામનો માકણોજીય તારીફ અબ્દુલ હમીદ શીખડાવતો હતો.આ આરોપી હાલમાં જેલમાં છે.પોલીસે એક આરોપીની ધરપકડ કરી પોલીસે આ ગુનામાં વધુ કોઈ વ્યક્તિ સંડોવાયલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.