સસરાએ વહુ પર નજર બગાડીને કહ્યું- 'હું તારો ખર્ચ ઉઠાવુ છું મારી ઇચ્છાઓ પુરી કર', જાણો વિગતે
પોલીસે ફરિયાદના આધારે પીડિત પરણિતાના સસરાની ધરપકડ કરી લીધી છે. સસરાએ પોતાના બચાવમાં કહ્યું કે મને ફસાવવામાં આવી રહ્યો છે, હું વહુને મારી પુત્રી બરાબર ગણું છું. તેને પ્રેમ કરું છું, તેને ગળે મળવું કંઇ ખરાબ વાત નથી. કોઇ કાવતરા અંતર્ગત આ વીડિયો બનાવવામાં આવ્યો છે.
માહિતી પ્રમાણે, છત્તીસગઢના ટેલ્કો મનીફીટૉમાં સ્ક્રેપના વેપારી તરીકે કામ કરતા સસરાએ પોતાની વહુ પર નજર બગાડીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત પરણીતાએ પોલીસમાં કરેલી ફરિયાદ અનુસાર, સસરા ઓમપ્રકાશ જયસ્વાલ છેલ્લા કેટલાય દિવસોથી મારી સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી રહ્યાં હતા. જેના કારણે હું તંગ આવીને મારા પિયર ભિલાઇ (છત્તીસગઢ)માં જતી રહી હતી.
પીડિત પરણીતાએ કહ્યું મારા પતિ મારા સસરાનું કામ સંભાળે છે, મારા લગ્ન 2014માં થયા અને ત્રણ વર્ષનો એક પુત્ર પણ છે. છેલ્લા કેટલાય સમયથી મારા સસરા ખરાબ દાનત મારા પર હતી. તેઓ હંમેશા મારી સાથે અશ્લીલ હરકતો કરતાં હતા, મે ઘણીવાર વિરોધ પણ કર્યો હતો, પણ તેઓ કહેતા હતા કે હું તારો ખર્ચ ઉઠાવું છું મારી ઇચ્છાઓ પુરી કર. તે ખરાબ શબ્દપ્રયોગો પણ કરતાં હતા. જ્યારે મારા પતિ ઘરની બહાર જાય ત્યારે તે જબરદસ્તીથી અશ્લીલ હરકતો કરતાં હતા. હું આ બધી વાતોથી કંટાળીને પિયર ચાલી ગઇ હતી.
જોકે, થોડા સમય પહેલા જ મને સમજાવીને અહીં પાછી મોકલવામાં આવી, મને એમ કે સસરા સુધરી જશે અને બધુ બરાબર થઇ જશે. વધુએ કહ્યું કે, હોળીના તહેવાર દરમિયાન પણ મારા સસરા રંગ લગાવવાના બહાને અશ્લીલ હરકતો કરી રહ્યાં હતાં.
હું જ્યારે રસોડામાં ખાવાનું બનાવતી હતી ત્યારે મારા સસરા મારી સાથે આવીને બળજબરી કરતા હતા તે સમયે મે વીડિયો રેકોર્ડિંગ કરી દીધું, જેમાં તમામ અશ્લીલ હરકતો કેદ થઇ ગઇ હતી. આ વીડિયોને મે પહેલા મારા પિયરમાં મોકલ્યો હતો. વીડિયો જોઇને મારા માતા-પિતા અને ભાઇ ગુસ્સે થઇ ગયા અને તેમને મારા સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી દીધી હતી.
જમશેદપુરઃ છત્તીસગઢમાં એક ધ્રૂણાસ્પદ ઘટના સામે આવી છે. વહુએ સસરા પર આરોપ લગાવ્યો છે કે મારા સસરા મારી સાથે બળજબરીથી દુષ્કર્મ કરવા માંગે છે. વહુએ સમગ્ર ઘટનાની વીડિયો રેકોર્ડિંગ કરીને પોલીસ ફરિયાદ કરી દીધી, બાદમાં પોલીસે આરોપી સસરાને કસ્ટડીમાં લઇ લીધો છે.