ભુજઃ યુવતીએ ફેસબુક ફ્રેન્ડને મજા કરવા ઘરે બોલાવ્યો ને પછી શું કર્યું?
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે સંજોગનગરમાં રહેતા દંપતી હફિસા જાવેદ કરીમખાન પઠાણે ભુજના પ્રશાંત પાર્ક વિભાગ-3માં ફ્લેટ ભાડે રાખ્યો હતો અને દેશલપરના યુવાને ફ્લેટ પર બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો હતો. પકડાયેલા આરોપીઓએ અન્ય કોઇને હનીટ્રેપમાં ફસાવ્યા છે કે કેમ તે સહિતની સઘન પૂછપરછ હાથ ધરાઇ રહી છે.
ભુજઃ તાલુકાના દેશલપરના યુવકને ફેસબૂક ફ્રેન્ડ યુવતીએ ઘરે બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ યુવકને ઘરે બોલાવી તેનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો અને પછી બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલિંગ કર્યું હતું. આ ઘટના પોલીસ સ્ટેશનમાં પહોંચતાં સમગ્ર ઘટના સામે આવી છે.
ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય) ગામે રહેતાં વિનોદભાઇ નારાણભાઇ પઢારીયા (ઉ.વ.26)નામના પરણિત યુવકે ભુજની યુવતી ફેસબુક પર ફ્રેન્ડ બનાવ્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને આ વાતચીત આગળ વધતાં યુવતીએ વિનોદને ભુજના પ્રશાંત પાર્કના ફ્લેટમાં મળવા બોલાવ્યો હતો.
આ ચકચારી કેસમાં એ ડિવિઝન પોલીસે ભુજ સંજોગનગરના હફિસા જાવેદ કરીમખાન પઠાણ (ઉ.વ.27) અને તેનો પતિ જહાંગીરખાન ગુલાબખાન પઠાણ ઉર્ફે જાવેદ ઉર્ફે જગુ ર(ઉ.વ.28), મજીદ ઉર્ફે મજલો આમદ થેબા (ઉ.વ.27), અને મુમતાઝ ગુલામ ઇસ્માઇલ લંઘા સહિત ચાર જણાઓની ધરપકડ કરી લીધી હતી.
આ ચકચારી કેસમાં એ ડિવિઝન પોલીસે ભુજના દંપતી સહિત ચાર જણાની ઘરપકડ કરી લીધી છે, તો એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. ભુજની હફિસા નામની યુવતીએ વિનોદને ફેસબૂક પર ફ્રેન્ડ બનાવી હની ટ્રેપનો શિકાર બનાવ્યો હતો. પૂર્વ પ્લાનિંગ સાથે હની ટ્રેપમાં હફિજા તેના પતિ સહિતના સાગરીતોને સાથે રાખી વિનોદને ફસાવ્યો હતો. તેમજ 25 હજાર રોકડા અને આધાર કાર્ડ પાનકાર્ડ પડાવી લીધા હતા.
વિનોદ મજા કરવાના ઇરાદાથી અહીં આવતાં યુવતીએ તેના સાગરિતો સાથે મળીને વિનોદનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો અને પછી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 25 હજાર રૂપિયા પડાવી નાશી છુટ્યા હતા.