આ દેશ આપશે પોતાના દરેક નાગરિકને 15,000 રૂપિયાનું બૉનસ, બજેટ રહ્યું સરપ્લસ
2 બિલિયન સિંગાપુર ડૉલરનો યૂઝ પ્રીમિયમ સબસિડી માટે થશે, આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની મદદ વાળી વીમાં યોજનાઓમાં પણ આ પૈસાનો યૂઝ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિંગાપુરના નાણાકીય વર્ષ 2017 બજેટ માટે 9.61 બિલિયન સિંગાપુર ડૉલરનું સરપ્લસ મળ્યુ. આ સરપ્લસ રકમનો યૂઝ કેટલાક અન્ય કામો માટે પણ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે 5 બિલિયન સિંગાપુર ડૉલરનો યૂઝ દેશમાં બનાવવામાં આવી રહેલી નવી રેલવે લાઇનોના ઇન્ફ્રસ્ટ્રક્ચર ફંડ માટે હશે.
ન્યૂઝ એશિયા ચેનલ અનુસાર, તેમને જણાવ્યું કે આ બૉનસ બતાવે છે કે સરકાર સિંગાપુરના વિકાસમાંથી મળનારા ફળને દેશવાસીઓની સાથે શેર કરવા માટે પ્રતિબદ્ધ છે.
નાણામંત્રી હેન્ગ સૂઇ કીટએ સંસદમાં પોતાનું બજેટ ભાષણ આપ્યું, તેમને બૉનસને 'હાંગબાઓ'ના રૂપમાં જણાવ્યું. હાંગબાઓ એક એવી આર્થિક ગિફ્ટને કહે છે જે સિંગાપુરમાં ખાસ અવસરે આપવામાં આવે છે.
'એસજી બૉનસ'ની રકમ સરકાર માટે 700 મિલિયન સિંગાપુર ડૉલર હશે. આ બૉનસને લોકોની આવક અનુસાર આપવામાં આવશે, લગભગ 27 લાખ લોકોને આ બૉનસ 2018ના અંત સુધીમાં આપવામાં આવશે.
28,000 સિંગાપુર ડૉલરની આવક વાળા લોકોને 300 સિંગાપુર ડૉલર (લગભગ 15,000 રૂપિયા) બૉનસ મળશે જ્યારે જેની આવક 28,001 સિંગાપુર ડૉલરથી શરૂ થાય છે તેમને 200 ડૉલર સિંગાપુર ડૉલર (લગભગ 10,000 રૂપિયા)નું બૉનસ મળશે, અને જેની આવક 1,00,000 સિંગાપુર ડૉલરથી વધુ છે તેમને 100 ડૉલર બૉનસ (5,000 રૂપિયા) આપવામાં આવશે.
આ દેશનું નામ છે સિંગાપુર, સિંગાપુરે સોમવારે પોતાના નાગરિકોને એક અનોખી ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે, સિંગાપુરના નાણામંત્રીએ 2017ના બજેટમાં લગભગ 10 મિલિયન સિંગાપુર ડૉલરની સરપ્લસની માહિતી આપી. તેમના અનુસાર સરપ્લસને ધ્યાનમા રાખીને સિંગાપુરના 21 વર્ષ અને તેનાથી વધુ ઉંમર વળા દરેક નાગરિકોને 300 સિંગાપુર ડૉલર (લગભગ 15,000 રૂપિયા)નું 'એસજી બૉનસ' આપવામાં આવશે.
સિંગાપુરઃ દુનિયાના દરેક દેશો પોતાનું વાર્ષિક બજેટ રજૂ કરે છે, ભારતે પણ આ વર્ષે પોતાનું 2,399,147 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરી દીધું, જેમાં નાગરિકોને કંઇ ખાસ લાભ આપવામાં નથી આવ્યો, પણ દુનિયામાં એક દેશ એવો છે જેને પોતાના સરપલ્સ બજેટમાં નાગરિકોને બૉનસ રકમ આપવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -