ગાંધીનગરઃ ગાંધીનગરમાં ફરજ બજાવતા ક્લાસ વન મહિલા અધિકારીએ પોતાના સાસરિયા પક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી જાણકારી અનુસાર ગાંધીનગરના કૃષિ ભવનમાં ફરજ બજાવતા કલાસ - 1 મહિલા અધિકારીએ ગાંધીનગર પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલા અધિકારીએ આરોપ લગાવ્યો છે કે તેમના પતિ અપ્રાકૃતિક શારિરિક સંબંધની માંગણી કરી છે. એટલું જ નહી તેમના સસરા પણ બિભત્સ ચેનચાળા કરે છે. પોલીસે મહિલા અધિકારીના સાસરિયા પક્ષના સાત લોકો સામે ફરિયાદ લઈને તપાસ શરુ કરી છે.
મહિલાએ અધિકારીએ આક્ષેપ લગાવ્યો હતો કે તેના પતિ વારંવાર અપ્રાકૃતિક સેક્સની માંગણી કરે છે. એટલું જ નહી તેના સસરા પણ તેના પર ખરાબ નજર રાખે છે અને અશ્લિલ હરકતો કરતા રહે છે. મહિલા અધિકારી એ પતિ - સાસુ સસરા સહિત સાત જણા સામે ફરિયાદ નોંધાવી હતી.
નશામાં સાવકી માતા પર બળાત્કાર
દેહરાદૂનના ડાકપથર પોલીસ ચોકી વિસ્તારમાં સાવકી માતા પર બળાત્કાર કરીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવક અવારનવાર બળાત્કાર કરતો હતો અને તેની સાવકી માતાને મારતો હતો. પોલીસે પંચનામું કરીને મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.આ વિસ્તારનો રહેવાસી એક વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમને બે પુત્રો છે. પહેલી પત્નીના અવસાન બાદ આ વ્યક્તિએ એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. આરોપ છે કે તેનો પુત્ર વારંવાર તેની સાવકી માતા સાથે બળાત્કાર કરતો હતો અને માર મારતો હતો. ઘટના મુજબ, બુધવારે સાંજે તેના પુત્રએ દારૂના નશામાં તેની સાવકી માતા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણીને માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
ઘટનાની માહિતી મળતાં જ ડાકપથર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને વિકાસનગરની ઉપ-જિલ્લા હોસ્પિટલમાં મોકલી હતી, જ્યાંથી તેણીની ગંભીર હાલતને જોતા દહેરાદૂન રીફર કરવામાં આવી હતી. દેહરાદૂનની કોરોનેશન હોસ્પિટલના ડોક્ટરોએ મહિલાને દૂન હોસ્પિટલમાં લઈ જવા કહ્યું, પરંતુ મહિલાના પતિએ તેને વિકાસનગર પરત લાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. ડાકપથર પોલીસ ચોકીના ઈન્ચાર્જ જયવીર સિંહે જણાવ્યું કે મૃતક મહિલાના મૃતદેહનું પંચનામું કર્યા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ મહિલાની હત્યા અને બળાત્કારના આરોપીને શોધી રહી છે