Child’s Vaccination: દેશમાં કોરોના સામે 15-18 વર્ષના તરૂણોને પણ રસી આપવામાં આવી રહી છે. આ દરમિયાન ભાજપ શાસિત હરિયાણાએ તરૂણોના રસીકરણને લઈ મોટો નિર્ણય કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, હરિયાણાના મંત્રી અનિલ વીજે ટ્વીટ કરીને લખ્યું, જો 15-18 વર્ષના બાળકોએ રસી નહીં લીધી હોય તો સ્કૂલો ફરીથી ખૂલ્યા બાદ તેમને પ્રવેશ નહીં આપવામાં આવે. વાલીઓને તેમના બાળકનું રસીકરણ થાય અને કોવિડ સામે સુરક્ષિત રહે તે જોવાની ભલામણ કરવામાં આવે છે.


 








ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર


ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,68,833નવા કેસ નોંધાયા છે અને 402 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 122684 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14,17,820 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.66 ટકા છે ઓમિક્રોનના કુલ કેસ 6041 થયા છે. દેશમાં  14 જાન્યુઆરીએ 16,13,740 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.


 કુલ એક્ટિવ કેસઃ 14,17,820


કુલ ડિસ્ચાર્જઃ  3,49,47,390


કુલ મૃત્યુઆંકઃ  4,85,752


કુલ રસીકરણઃ 156,02,51,117


આ પણ વાંચોઃ Punjab Elections 2022: જાણીતા એક્ટર સોનુ સૂદની બહેન પંજાબમાં કઈ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે ?


Army Day 2022: જેસલમેરમાં આર્મી દિવસ પર લહેરાવવામાં આવ્યો 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો ખાદીનો બનેલો સૌથી મોટો રાષ્ટ્ર ધ્વજ


દેશની આ જાણીતી સંસ્થાએ બનાવી બટાકામાંથી જલેબી, આઠ મહિના સુધી નહીં થાય ખરાબ


UP Elections 2022: UP ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર, જાણો સીએમ યોગી અને કેશવ મૌર્ય ક્યાંથી લડશે ચૂંટણી ?