મુંબઇઃ ટીવી પર દર્શકોને પેટ ભરીને કૉમેડી કરીને હંસાવનારા કપિલ શર્માને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, ટુંક સમયમાં સ્ટાર કૉમેડિયન કપિલ શર્માની બાયોપિક ફિલ્મ બનવા જઇ રહી છે. આ ફિલ્મનુ નિર્માણ ફિલ્મ મેકર મહાવીર જૈને કરવાના છે, અને તેમને આ માટેની જાહેરાત કરી દીધી છે. એવા પર રિપોર્ટ છે કે ફિલ્મનુ નામ ‘ફનકાર’ રાખ્યું છે અને તેને લાયકા પ્રોડક્શન હેઠળ બનાવવામા આવશે. 


કૉમેડિયન કપિલ શર્મા પર બનનારી ફિલ્મ અંગે ફિલ્મ વિષ્લેષક તરણ આર્દશે પણ પૉસ્ટ કરી છે, તરણ આદર્શે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેરને લખ્યું- “કપિલ શર્મા પર એક બાયોપિક ‘ફુકરે’ના ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબા નિર્દેશિત કરવા જઈ રહ્યા છે. તેની જાહેરાત કરવામાં આવી છે.




આ ફિલ્મનું નામ ‘ફનકાર’ હશે. મહાવીર જૈન પ્રોડક્શન સંભાળશે.” દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબાએ ફિલ્મ વિશે કહ્યું, “અમે ભારતના સૌથી પ્રિય ચાહક કપિલ શર્માની વાર્તા દર્શકો સમક્ષ રજૂ કરવા માટે તૈયાર છીએ. આશા છે કે દર્શકોને આ સ્ટોરી ગમશે.” ઉલ્લેખનીય છે કે, કપિલ શર્માની આ ફિલ્મમાં તેમની સંઘર્ષની કહાની બતાવવામાં આવશે, અને આ તેમની લાઇફની સક્સેસ સ્ટૉરી સાથે સંબંધિત છે.


આ પણ વાંચો...........


Oneplusએ લૉન્ચ કર્યો 50MP કેમેરા વાળો ફોન લૉન્ચ, ખરીદવા પર મળી રહ્યું છે હજારોની છૂટ, જાણો......


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન આપી શકશે પરીક્ષા


DRS વિવાદ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ?


Flipkart, Amazon Republic Day sales: સ્માર્ટફોન્સ, લેપટોપ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ


Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?


ટેસ્ટ સીરિઝ હાર બાદ Virat Kohliએ કહ્યું- બેટિંગે વધાર્યું છે ટેન્શન, કોઇ બહાનું ચાલશે નહી