Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમના કારણે ફરી ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે (Meteorological Department) વરસાદને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને મેઘરાજા ઘમરોળશે. નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ  (heavy rain)વરસી શકે છે.. ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં ધોધમાર વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે.  તો નવસારી, ડાંગ અને વલસાડમાં પણ  વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.


સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં  પણ ભારે વરસાદનું  (heavy rain) અનુમાન છે.સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે છુટાછવાયા સ્થળો ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  તો જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ છે.


ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ  આપ્યું છે તો  બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદનું અનુમાન છે.મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે.


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 61.93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 85.94 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 75.77 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 71.51 ટકા વરસાદ વરસાદ વરસી ચૂક્યો છે  તો ઉત્તર ગુજરાતમાં 44.40 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 43.86 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.


 


ગુજરાતના જળાશયોની વાત કરીએ તો રાજ્યના 207 પૈકી 48 જળાશયો ઓવરફ્લો થયા છે.  સૌરાષ્ટ્રના 35, કચ્છના છ, દક્ષિણ ગુજરાતના સાત જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં કુલ 56.32 ટકા જળસંગ્રહ  છે.


 


રાજ્યના 206 પૈકી 78 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાં  90 ટકાથી વધુ ભરાયેલા 56 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 12 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ પર છે.