યુપીમાં 12માં ધોરણની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, બાદમાં હત્યા કરી લાશને ગટરમાં ફેંકી દીધી
પોલીસની શોધખોળમાં અંતે તેનો મૃતદેહ ગ્રેટર નોઇડાના દાદરી વિસ્તારમાંથી મળી આવ્યો હતો, જે એક ગટરમાં પડ્યો હતો. મૃતદેહની ઓખળ માટે પોલીસે સોશ્યલ મીડિયાનો પણ સહારો લીધો હતો. પરિવારે મૃતદેહનો જોઇને ગેંગરેપની આશંકા જતાવી, તેમનું કહેવું છે કે જ્યાં સુધી ગુનેગારો પકડાઇ ના જાય ત્યાં સુધી મૃતદેહનો અંતિમ સંસ્કાર નહીં કરે.
એસપી સીટી પ્રવિણ રંજન સિંહે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સ્લાઇડ રિપોર્ટ બાદ જ રેપની સ્પષ્ટતા થઇ શકશે, અત્યારે કેટલીક ટીમો તપાસ કરી રહી છે, જેમાં 5 શકમંદોને પણ પકડવામાં આવ્યા છે અને પુછપરછ કરાઇ રહી છે.
માહિતી પ્રમાણે, 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની ટ્યૂશનમાંથી પોતાના ઘરે પરત ફરી રહી હતી, ત્યારે અલ્ટો કારમાં તેનું કરી લેવામાં આવ્યું, આ ઘટના કોતવાલી દેહાથી 150 મીટર દુર ઘટી. કેટલાક બદમાશો વિદ્યાર્થીની કિડનેપ કરીને દિલ્હી રૉડ પર લઇ ગયા હતા. પોલીસ તપાસમાં વિદ્યાર્થીની સાયકલ, સ્કૂલ બેગ અને ચપ્પલ મળ્યા હતા.
બુલંદશહેરઃ યુપી ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, આ વખતે એક 12 ધોરણની છોકરી સાથે ગેંગરેપ બાદ હત્યાની ઘટનાને લઇને ચર્ચામાં છે. બુલંદશહેરમાં એક વિદ્યાર્થીનીને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા અપહરણ કરાયા બાદ ગેંગરેપ કરાયો હતો, બાદમાં ગ્રેટર નોઇડામાં હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હતી.