‘BIGG BOSS’ પર લાગ્યો 900 કરોડનો સટ્ટો, જાણો સટ્ટોડિયા કોને જીતાડવા માંગે છે?
અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘સટ્ટાબજારમાં બિગબોસ વિનર પર 900 કરોડનો દાવ લાગેલો છે. સટ્ટોડિયા વિકાસ ગુપ્તા કે હિના ખાનને જિતાડવા માંગે છે અને ઈચ્છે છે કે શિલ્પા આ શો હારી જાય,જેનાથી તેમને ફાયદો થશે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત ભોજપુરી એક્ટ્રેસ મહિમા સિંહ પુરીએ પણ આ શો અને કંટેસ્ટેટ્સ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘બિગબોસમાં સટ્ટા માર્કેટના બેટિંગ રેટ્સઃ દરેક 100 રૂપિયામાંથી 30-35 રૂપિયા શિલ્પા પર, 25 રૂપિયા હિના ખાન પર, 20 રૂપિયા વિકાસ ગુપ્તા પર અને 15 રૂપિયા લવ ત્યાગી પર લાગેલા છે.’
ટ્વિટમાં કહેવામાં આવી રહ્યું છે કે ‘શિલ્પા શિંદ્દેના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. બિગબોસે શિલ્પાને હરાવવાનો નિર્ણય લીધો છે કેમ કે મુંબઈના સટ્ટા બજારમાં બિગ બોસના વિનર માટે મોટી રકમનો સટ્ટો લાગ્યો છે. જો શિલ્પા હારી જશે તો કંપની માલામાલ થઈ જશે, આ બાબત સટ્ટા સાથે જોડાયેલી છે, પ્લીઝ આ મેસેજને વધુથી વધુ લોકો સુધી પહોંચાડો.’ જોકે થોડા સમય બાદ આ ટ્વીટ એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું.
મીડિયા અહેવાલ અનુસાર સટ્ટોડિયાઓ ઈચ્છે છે કે આ શો શિલ્પા શિદ્દે નહીં પરંતુ હિના ખાન અથવા વિકાસ ગુપ્તા જીતે. આ અંગે ટ્વિટર પર આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.
નવી દિલ્હીઃ બિગ બોસ 11ની ફાઈનલ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ શો સાથે જોડાયેલ રોમાન્ચ વધતો જઈ રહ્યો છે. રોજ એવા એવા ખુલાસ થઈ રહ્યા છે જે સાંભળીને તમે ચોંકી જશો. હવે ફાઈનલ પર સટ્ટોડિયાઓની પણ નજર છે. કહેવાય છે કે આ શોમાં હવે સટ્ટાબજાર રૂપિયા બનાવવામાં લાગ્યું છે. શોમાં 6 કંટેસ્ટેટ્સ બચ્યા છે જેમાં 3 સેલિબ્રિટી અને 3 કોમનર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -