કેપટાઉનમાં પાણીની તંગી, ટીમ ઇન્ડિયાને બે મિનિટથી વધારે ન નાહવાનું ફરમાન
આવા સમયમાં કેપટાઉનમાં ઈન્ડિયા-આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. કેપટાઉનમાં પાણીની ભારે કટોકટી ચાલી રહી છે ત્યારે ભારતીય ક્રિકેટર્સ માટે સારા સમાચાર એ છે કે ભૂગર્ભ જળનું સ્તર ઘટી જતા પિચમાંથી ભેજ ઓછો થઈ ગયો છે. ભારતીય ક્રિકેટર્સ આવી સૂકી પિચ પર રમવા ટેવાયેલા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાવ સૂકા શિયાળા અને ભૂગર્ભ જળના સ્તરમાં ભયજનક દરે થયેલા ઘટાડાને કારણે કેપ ટાઉનમાં પાણીની ભારે તંગી સર્જાઈ છે અને ત્યાં પાણીનું ટીપેટીપુ સંભાળીને વાપરવામાં આવે છે.
સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં દરેક વ્યક્તિને નહાવા માટે બે મિનિટ કરતા વધુ સમય માટે પાણી ન વાપરવાની કડક સૂચના આપવામાં આવી છે. પરસેવે રેબઝેબ અને થાકેલાપાકેલા ભારતીય ટીમના ક્રિકેટર્સ સાઉથ આફ્રિકા હોટેલ પર પહોંચતા જ તેમને આ સૂચના આપવામાં આવી હતી. તેઓ શક્ય તેટલુ આ સૂચનાનું પાલન કરવાની કોશિશ કરે છે પરંતુ તેમને આટલા ઓછા સમયમાં નહાવાનું પતાવી દેવાનું અઘરુ પડી રહ્યું છે.
નવી દિલ્હીઃ મુશ્કેલ વિદેશી પ્રવાસ પર ગયેવ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મેચ શરૂ થતા પહેલા જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ આફ્રીકા પ્રવાસ પર ગયેલ ટીમ ઇન્ડિયાના ખેલાડી ખૂબ પસીનો વહાવી રહ્યા છે પરંતુ નાહવા માટે તેમને માત્ર બે મિનિટનો સમય આપવામાં આવી રહ્યો છે. કારણ કે કેપટાઉનમાં પાણીની તંગી છે. તેના કારણે પાણી બચાવવા માટે સત્તાવાર રીતે આમ કરવા માટે કહેવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -