જામજોધપુરઃ જામજોધપુરમાં રેડીમેઈડ કપડાંના વેપારીએ 16 વર્ષની છોકરી સાથે પોતાની દુકાનમાં જ શારીરિક સંબંધ બાંધ્યા હતા. છોકરીએ આ અંગે કોઈને ના કહેતાં વેપારીએ છોકરીને તેના ભાઈનાં કપડાં લેવાના બહાને બોલાવીને વધુ બે વાર શરીર સુખ માણ્યું હતું. આ ઘટનાથી યુવતી તણાવમાં રહેતી હતી તેથી પરિવારે પૂછતાં તેણે હકીકત જણાવી હતી. વેપારીએ ધમકીઓ આપીને 3 માસમાં 3 વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું કહેતાં પરિવારે હૂંફ આપીને પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુકાનદારની શોધખોળ આરંભી છે.
રહેતા અને રેડીમેઈડ કપડાની દુકાન ચલાવતા યુવકે ત્રણેક માસ પહેલા એક 16 વર્ષની સગીરાને દુકાનમાં બોલાવીને શારીરીક સુખ માણ્યું હતું હતું. દુકાનદારે છોકરીને કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એ પછી દુકાનદારે તેના ભાઈના કપડા લઈ જવા માટે દુકાનમાં બોલાવી હતી અને ફરી દુષ્કર્મ આચર્યુ હતું.
દુકાનદારે છેલ્લા 3 માસમાં 3 વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ કારણે હતાશ સગીરા ઘરે નિરાશ બેઠી હતીત્યારે તેની માતાએ પૂછતાં તેણે પોતાની આપવીતી જણાવી હતી. હેબતાયેલી માતાએ પતિને વાત કરીને મંગળવારે મોડી સાંજના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે દુકાનદાર સામે બળાત્કાર, પોક્સો સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. સગીરાને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં દુકાનદાર ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ આરંભી છે.
જોમજોધપુરઃ દુકાનદારે 16 વર્ષની છોકરી સાથે દુકાનમાં જ બાંધ્યા શારીરિક સંબંધ, મહિના પછી ફરી બોલાવી ને.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Dec 2020 09:42 AM (IST)
વેપારીએ ધમકીઓ આપીને 3 માસમાં 3 વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું કહેતાં પરિવારે હૂંફ આપીને પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુકાનદારની શોધખોળ આરંભી છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -