તામિલનાડુ અને કેરળમાં નિવાર બાદ વધુ એક વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા છે. આવતીકાલે કેરળ અને તામિલનાડુમાં બુરેવી વાવાઝોડુ ત્રાટકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાને પગલે બે હજારથી વધુ રાહત શિબિર કાર્યરત કર્યું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરીને દરેક મદદનું આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મીડિયાને કહ્યું કે, મેં પ્રધાનમંત્રી મોદી સાથે વાવાઝોડાને લઈને ચર્ચા કરી છે. અમે રાજ્ય સરકાર તરફથી લેવામાં આવેલ પગલા વિશે તેમને જાણકારી આપી છે.

વિજનયને કહ્યું કે, હવામાન વિભાગ અનુસાર, તિરુવંનતપુરમ, કોલ્લમ, પથનમોર્થેટ્ટા, કોટ્ટાયમ, અલપ્પુઝા, ઈડુક્કી અને એર્ણાકુલમ જિલ્લામાં પાંચ ડિસેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

NDRFની આઠ ટીમો પણ કેરળ પહોંચી ગઈ છે. બુરેવી વાવાઝોડાને પગલે 175 પરિવારોના 697 લોકોને રાહત શિબિરમાં મોકલી દેવાામં આવ્યા છે. 2489 અન્ય કેમ્પ બનાવવામાં આવ્યા છે. એયરફોર્સ અને નેવી રેસક્યુ ઓપરેશન્સ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.