રાજકોટઃ શહેરમાં કોમ્પ્યુટર શિક્ષકે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અક્ષરનગર મેઈન રોડ પર આવેલા એમસીડબલ્યુ માસ્ટર કોમ્પ્યુટર ક્લાસીસના શિક્ષક ભાર્ગવ દવે સામે વિદ્યાર્થિનીએ મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે હવસખોર શિક્ષકને સકંજામાં લઈ કોરોના ટેસ્ટ કરાવાયો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરાશે.
ભોગ બનનાર વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું કે, ત્રણ મહિના પહેલાં આ ક્લાસિસમાં એડમિશન લીધું હતું. જ્યાં ભાર્ગવ દવે તેને ભણાવતા હતા. દરમિયાન એક દિવસ ક્લાસમાં તે એકલી હતી ત્યારે ભાર્ગવ સરે આવી તેને ધક્કો મારી ચેરમાં બેસાડી કિસ કરવા લાગ્યો હતો અને શરીરે અડપલાં કર્યા હતા. એટલું જ નહીં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ ગુજાર્યું હતું.
વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં ભાર્ગવે તેના નાના ભાઈ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, જો ક્લાસિસમાં નહીં આવે તો તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થિની ડરી ગઈ હતી અને ક્લાસિસ જતી હતી. આ ઘટનાના થોડા દિવસ પછી મોકો જોઈ કોમ્પ્યુટર શીખવાડવાના બહાને ફરીથી અડપલાં કરી બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. ભાર્ગવે આ અંગે કોઇને કહેશે તો પરિવારના સભ્યોને મારી નાંખવા ધમકી તો આપી જ હતી. સાથે તેનો મિત્રો પોલીસમાં છે અને તેની પણ પોલીસમાં ઊંચી ઓળખ હોવાનું કહી ધમકાવી હતી.
છેલ્લે ગત 6 નવેમ્બરના રોજ તે ક્લાસિસમાં એકલી હતી, ત્યારે ફરીથી તેને હવસનો શિકાર બનાવી હતી. જોકે, આ સમયે કોઈ અજાણ્યો શખ્સ આવી ગયો હતો અને તેણે પ્રેસવાળા જેવો રૂઆબ બતાવી ભાર્ગવનું નામ પૂછી તેને ધમાકાવ્યો હતો. તેમજ તેના મમ્મીનો મોબાઇલ નંબર હોવાનું કહ્યું હતું. તેમજ તેને સાથે આવવા ધમકાવ્યો હતો. સાથે વિદ્યાર્થિને પણ ઘરે જતા રહેવાનું કહેતા તે પણ જતી રહી હતી.
આ પછી વિદ્યાર્થિની ક્લાસિસમાં જવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન બજરંગવાડી પોલીસે તેને નિદેન આપવા બોલાવતા તેણે પોતાની માતા સંપૂર્ણ આપવીતી જણાવી હતી. આ પછી વિદ્યાર્થિની આરોપી ભાર્ગવ દવે સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કહેવાતા પત્રકારે ભાર્ગવ અને વિદ્યાર્થિનીનું વીડિયો શૂટિંગ કરી ભાર્ગવ પાસે પાંચ લાખની માંગણી કરી હતી. અંતે 3 લાખમાં સોદો થયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી.
રાજકોટઃ કોમ્પ્યુર ટીચરે વિદ્યાર્થિનીને ખુરશીમાં બેસાડીને બાંધ્યા શારીરિક સંબંધ ને કર્યું સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Nov 2020 12:27 PM (IST)
ભોગ બનનાર વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું કે, ત્રણ મહિના પહેલાં આ ક્લાસિસમાં એડમિશન લીધું હતું. જ્યાં ભાર્ગવ દવે તેને ભણાવતા હતા. દરમિયાન એક દિવસ ક્લાસમાં તે એકલી હતી ત્યારે ભાર્ગવ સરે આવી તેને ધક્કો મારી ચેરમાં બેસાડી કિસ કરવા લાગ્યો હતો અને શરીરે અડપલાં કર્યા હતા. એટલું જ નહીં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ ગુજાર્યું હતું.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -