ગોધરાઃ પત્નીને અન્ય યુવક સાથે સેક્સસંબંધની પતિને હતી શંકા, શું આવ્યો કરુણ અંજામ?
તપાસ દરમિયાન પોલીસને મડા મહુડી ગામમાં ખેતરના કુવામાંથી મહેશની લાશ મળી આવી હતી. આમ, પિતાએ પત્નીના આડાસંબંધની શંકામાં દીકરાની હત્યા કર્યા પછી પોતે પણ કુવામાં કૂદી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ પત્ની જતાં ઉશ્કેરાટમાં મહેશે ધ્રુવની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે મહેશના માતા-પિતાએ ગોધરા તાલુકા પોલીસમાં ફરિયાદ કરતાં આરોપી પિતાને ઝડપી પાડવાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મડા મહુડી-ગોલ્લાવ ગામમાં રહેતા મહેશ બારિયા પત્ની નર્મદા અને બે વર્ષીય પુત્ર ધ્રુવ સાથે રહેતા હતા. મહેશને નર્મદાના અન્ય યુવક સાથે આડાસંબંધ હોવાની શંકા હતી. જેને કારણે બંને વચ્ચે ઝઘડા થતાં હતા. આ ઝઘડો આગળ વધતાં નર્મદાએ પિતાને વાત કરતાં તેઓ દીકરીને તેડી ગયા હતા.
ગોધરાઃ પોતાની પત્નીને અન્ય યુવક સાથે આડાસંબંધ હોવાની શંકામાં યુવકે પોતાના જ માસૂમ દીકરાની હત્યા કર્યા પછી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પતિ-પત્ની વચ્ચે તકરાર પછી પતિએ આ પગલું ભર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -