✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'દંગલ' ના એન્જિનિયરનો જીવ બચાવવા અડધી રાત્રે હોસ્પિટલ પહોંચ્યો આમિર ખાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Sep 2018 08:19 AM (IST)
1

હાલમાં આમિર પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ 'ઠગ ઓફ હિન્દોંસ્તા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યો છે. આમિર અને અમિતાભના બંને ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

2

આમિર ખાને દંગલના સાઉન્ડ ટેકનિશીયનની મદદ કરતા સોશિયલ મીડિયા પર આમિરના ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

3

મુંબઈ: બોલીવૂડ અભિનેતા આમિરે હાલમાં એવું કામ કર્યું છે જેને લઈને સોશિયલ મીડિયામાં તેના ચાહકો આમિર ખાનના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ'માં શાજિત કોયરી નામના સાઉન્ડ એન્જિનિયરે કામ કર્યું છે. હાલમાં શાજિતને મેસિવ સ્ટ્રોક આવ્યો હતો. હોસ્પિટલમા તેને સારવાર માટે લઈ જવાયો હતો આ સમયે તેની સારવાર માટે કોઈ ડોક્ટર હાજર નહોતો. આ સમયે પરિસ્થિતિ વણસી જતા ટેકનિશીયનના પરિવારે આમિર ખાનનો સંપર્ક કર્યો હતો.

4

આમિર ખાન પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાબડતોબ મુંબઈની કોકિલાબહેન હોસ્પિટલ પહોંચી ગયો હતો. આમિર ખાનને જોતા જ હોસ્પિટલનો સ્ટાફ અને ટેકનિશીયન સારવારમાં લાગી ગયો હતો. મેસિવ સ્ટ્રોકમાં મગજમાં બ્લોક આવી જતા મગજ સુધી પુરતા પ્રમાણમાં ઓક્સિજન નથી પહોંચતો જેના કારણે મગજમાં સ્ટ્રોક આવે છે. જો આનો સમયસર ઇલાજ ન થાય તો પેરાલિસીસ થઈ શકે છે.

  • હોમ
  • મનોરંજન
  • 'દંગલ' ના એન્જિનિયરનો જીવ બચાવવા અડધી રાત્રે હોસ્પિટલ પહોંચ્યો આમિર ખાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.