Gujarat Crime : નવા વર્ષના દિવસે વડોદરાના વાઘોડિયામા હત્યાનો બનાવ બન્યો છે. વાઘોડિયાના શ્રી પોર ટીંબી ગામે 40 વર્ષીય મહિલાને ગામના જ 25 વર્ષીય યુવકે નજીવી બાબતે પાણી ભરવા હેડપંપે જતી મહિલાને માથાના ભાગે પાછળથી રોડ સાફ કરવાનો દસ્તાવાળો વાયરબ્રશ મારી દેતા સીતાબેન રતીલાલ નાયકા(40) નુ એક જ ફટકે મોત નિપજ્યું હતું. 


મહિલાની હત્યા બાદ આરોપી અનીલ રાઠોડીયા(25) ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરાતા ડભોઈ DYSP કુંપાવત, SOG, lCB અને FSL સહિત વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીને શોઘી કાઢવા તજવીજ હાથ ધરી છે.


Bhavnagar : દિવાળીના દિવસે જ પતિએ પત્નીની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો


ભાવનગરઃ ભાવનગર શહેરના ઇન્દિરા નગર વિસ્તારમાં ખૂદ પતિએ જ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  દિવાળીના પર્વ પર તીક્ષણ હથિયાર વડે પત્નીની હત્યા કરવામાં આવી છે અન્ય બે લોકો મહિલાને બચાવવા જતા ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.   હત્યાના બનાવને લઈ ડી.ડિવિઝન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


શહેરના ઈન્દિરાનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી કરી પતિએ  પત્ની પર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંકી હતી. બે લોકો પણ ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.  હિંમતભાઈ દાનાભાઈ જોગદીયા અને તેમના પત્ની દીપુબેન વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. વાતવાતમાં ઝઘડાે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હિંમતભાઈએ પોતાના પાસે રહેલી છરી વડે પત્ની દીપુબેન પર અને અન્ય બે વ્યકિત પર હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર ઈજા થતા દીપુબેનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. 


Surat Crime News: સિંગણપોર તાપી નદીમાંથી માથા વગરની લાશ મળી આવતાં ચકચાર, જાણો વિગત


Surat Crime News: સિંગણપોર તાપી નદીમાંથી માથા વગરની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. લાશ મળ્યા બાદ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને હત્યા થયાની આશંકા છે.  મૃતકના ખિસ્સામાંથી વિપુલ મકવાણા નામના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ યુવકની હત્યા કેમ કરવામાં આવી તે હજુ સામે આવ્યું નથી.