Haryanvi Singer Sarita Chaudhary Death: હરિયાણાના સોનેપતમાં રહેતી જાણીતી રાગણી ગાયિકા સરિતા ચૌધરીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે સરિતાનો મૃતદેહ તેમના ઘરની અંદરથી મળ્યો હતો અને તેના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું. જો કે હજુ સુધી આ હત્યા છે કે આત્મહત્યા એ સ્પષ્ટ થયું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સરિતા ચૌધરી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે નોકરી કરતી હતી અને તે તેના પરિવાર સાથે હાઉસિંગ બોર્ડ કોલોની, સેક્ટર-15, સોનેપતમાં રહેતી હતી. સરિતાને બે બાળકો - એક પુત્રી અને એક પુત્ર છે. દીકરી યુપીએસસીની તૈયારી કરી રહી છે, જ્યારે દીકરો પણ ભણે છે.
સરિતાના મૃત્યુના સમાચારથી તેના પરિવાર અને ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે મોત કયા સંજોગોમાં થયું છે. આ મામલાની તપાસ કરી રહેલી પોલીસ મૃતકના સંબંધીઓ અને પડોશીઓ ઉપરાંત જેઓ જાણતા હતા તેમની પૂછપરછ કરી રહી છે. આ સાથે જ પોલીસની ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને સેમ્પલ લીધા છે.
હરિયાણવી રાગણી કલાકાર સરિતા ચૌધરી હરિયાણાની પ્રખ્યાત લોક ગાયિકાઓમાંની એક હતી. હરિયાણામાં તેણે રાગણી અને સ્ટેજ શોમાં ઘણું નામ કમાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મોતનું કારણ બહાર આવશે.