IND vs PAK: ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ મુકાબલની ચાહકો હંમેશા રાહ જોતા હોય છે. એશિયાના બે કટ્ટર હરિફોની ટક્કર પર સમગ્ર વિશ્વની નજર હોય છે. ગત વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાને ભારતને હાર આપી હતી. જે બાદ હવે ચાલુ વર્ષે બંને દેશો વચ્ચે ફરીથી ટી20 વર્લ્ડકપમાં ટક્કર થશે.
માત્ર 5 મિનિટમાં વેચાઈ ગઈ ટિકિટ
ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપમાં 23 ઓક્ટોબરે બંને દેશોનો મુકાબલો થશે. ઐતિહાસિક મેલબર્ન મેદાનમાં રમાનારા મહા મુકાબલા માટે મેચની ટિકિટ જેવી વેચાણ માટે મુકાઈ હતી તેની માત્ર 5 મિનિટમાં બધી ટિકિટો વેચાઈ ગઈ હતી.
T20 વર્લ્ડ કપ 2022માં ભારત પાકિસ્તાન સામે રમીને કરશે અભિયાનની શરૂઆત
ટી 20 વર્લ્ડકપમાં ભારતે પાંચ મેચ રમવાની છે. જેનો પ્રારંભ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમીને કરશે.
- પ્રથમ મેચઃ ભારત VS પાકિસ્તાન, 23 ઓક્ટોબર, મેલબર્ન
- બીજી મેચઃ ભારત VS ગ્રુપ Aની ઉપવિજેતા, 27 ઓક્ટોબર
- ત્રીજી મેચઃ ભારત VS દ.આફ્રિકા, 30 ઓક્ટોબર, પર્થ
- ચોથી મેચઃ ભારત VS બાંગ્લાદેશ, 2 નવેમ્બર, એડિલેડ
- પાંચમી મેચઃ ભારત VS ગ્રુપ Bની વિજેતા, મેલબર્ન
ક્યારથી શરૂ થશે ટુર્નામેન્ટ
આ ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થશે. 'સુપર 12' તબક્કાની મેચો 22 ઓક્ટોબરથી રમાશે. T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચ 22 ઓક્ટોબરે ગયા વર્ષની વિજેતા યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા અને ગયા વર્ષની ઉપવિજેતા ટીમ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બીજી મેચમાં ઈંગ્લેન્ડની ટીમ અફઘાનિસ્તાન વચ્ચે રમાશે.
2022 MG ZS Facelift preview: આ ઇલેક્ટ્રિક SUV વધુ ફીચર્સ અને રેન્જ સાથે આવશે