✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પત્નીને જીવતા સળગાવી મૃતદેહના ટુકડા શહેરમાં ફેંક્યા, પકડાયો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Nov 2016 08:02 AM (IST)
પત્નીને જીવતા સળગાવી મૃતદેહના ટુકડા શહેરમાં ફેંક્યા, પકડાયો
1

2

3

આરતી અને યોગેશના 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા. આરતી યોગેશની ચોથી પત્ની છે. યોગેશ લગ્ન પાર્ટીમાં સ્ટોલ લગાવવાની સાથે પેન્ટ કરવાનું કામ પણ કરે છે.

4

યોગેશ અને તેની પત્ની વચ્ચે આડાસંબંધને કારણે જ ઝઘડો થતો હોવાનું સામે આવ્યું છે. તેથી પોલીસ હત્યા પાછળ આ કારણો જવાબદાર છે કે નહીં તેની તપાસ કરી રહી છે.

5

યોગેશ સાથે પત્ની આરતી ઉપરાંત તેની ભાભી પણ રહેતી હતી. પોલીસે ગુરુવારે યોગેશની ભાભીને પણ ફોન કર્યો હતો. જોકે, તેણે વારંવાર ફોન કટ કર્યો હતો.

6

જે પછી પોલીસ તેના ઘરે પહોંચી તો યોગેશ ભાગી ગયો હતો. જોકે, તેના મોબાઈલ લોકેશનના આધારે તેને પકડી લેવામાં આવ્યો હતો. યોગેશની 4 વર્ષીય પુત્રી છે જેને ભાગતા સમયે તે સંબંધીઓને ત્યાં છોડી ગયો હતો.

7

યોગેશ રોજ પત્નીના શરીરના અંગોને અલગ-અલગ સ્થળોએ ફેંકવા જતો હતો. પોલીસને લોકોએ જણાવ્યું કે, આરતી નામની મહિલા ધનતેરસથી ગુમ છે.

8

પોલીસે જણાવ્યું કે, આરોપી યોગેશનો પત્ની આરતી સાથે રોજ ઝઘડો થતો હતો. ધનતેરસના દિવસે પણ લોકોને આરતીનો અવાજ સાંભળવા મળ્યો હતો. જોકે, રોજની વાત હોવાથી લોકોએ ધ્યાન આપ્યું નહોતું. ઝઘડો વધતા યોગેશે પત્નીને જીવતી સળગાવી અને પછી તેના શરીરના ટુકડા કરી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી છૂપાવી દીધા હતા.

9

મળતી માહિતી અનુસાર, રવિવારે મહિલાના બે પગ મળ્યા, જ્યારે સોમવારે પોલીસને એક કપાયેલો હાથ મળ્યો હતો. બુધવારે ધડ મળ્યું જેની ચામડી બળેલી હતી. ગુરુવારે પણ શરીરના બાકી અંગો મળ્યા. પાંચ દિવસના આ ઘટનાક્રમને કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ હતો.

10

અલવર: રાજસ્થાનના અલવર શહેરના જુદા જુદા વિસ્તારમાંથી છેલ્લા 5 દિવસથી એક મહિલાના વિવિધ અંગો મળવાની ઘટના સામે આવી હતી. આ મર્ડરનું રહસ્ય પોલીસે ઉકેલી લીધું છે. મહિલાને મોતને ઘાટ ઉતારનાર આરોપી મહિલાનો પતિ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસને આશંકા વ્યક્ત કરી છે કે આરોપીના તેના ભાભી સાથે આડા સંબંધો હોવાથી તેણે મર્ડર કર્યું છે.

  • હોમ
  • ક્રાઇમ
  • પત્નીને જીવતા સળગાવી મૃતદેહના ટુકડા શહેરમાં ફેંક્યા, પકડાયો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.