બગોદરા-ધોળકા હાઈવે પર પીકઅપ વેન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 14ના મોત
અમદાવાદઃ અમદાવાદના બગોદરા-ધોળકા રોડ પર મોડી રાત્રે મોટો અકસ્માત સર્જાયો છે. પીકઅપ વેન અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 14 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 3 લોકોની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલ છે. આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે તેને સારવાર અર્થે અમદાવાદની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનામાં ભોગ બનનારા લોકો રાજકોટના સોખડા ગામના વતની છે. આ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામના 5 પરિવારના લોકો પાવાગઢ ગયા હતા ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના સર્જાઈ છે. દુર્ઘટનાની જાણ થતાં રાજ્ય સરકારના મંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભુપેંદ્રસિંહ ચુડાસમા ધોળકા પહોચ્યા હતા.
ઘાયલની યાદીઃ નિતીન, જીતેશ સાકરીયા, દેવ વાંકરીયા
મૃતકની યાદીઃ ડ્રાઈવર જગદીશ જાંજરીયા, રમેશ સરવૈયા, દામજીભાઈ સરવૈયા, સંજય રાઠોડ, રાકેશ મેઘાણી, જયદીપ જાંજરીયા, દીલીપ જાંજરીયા, જયેશ જાંજરીયા, જય જાંજરીયા, શિવા જાંજરીયા, લાલભાઈ, સાગર જાંજરીયા, જીતેંદ્ર જાંજરીયા.