લખનઉઃ પત્ની અને સંતાનો પર હુમલો કરીને છેલ્લા 15 વર્ષથી ફરાર હોમગાર્ડ શુક્રવારે સાંજે પીજીઆઇ વિસ્તારમાં આવેલ એક મકાનમાં પ્રેમિકા સાથે રંગરેલિયા મનવતો હતો. આ જ સમયે તેની પત્ની ત્યાં પહોંચી ગઈ હતી અને તેણે બહારથી તાળું મારી દીધું હતું. આ પછી કંટ્રોલ રૂમમાં જાણ કરીને હોબાળો મચાવી દીધી હતો.


પીડિત મહિલા પ્રમાણે, તે નગરામની રહેવાસી છે અને 1990માં તેની લગ્ન હોમગાર્ડ સાથે થયા હતા. લગ્ન પછી પતિ પત્નીને માર મારતો હતો. પતિના અન્ય યુવતી સાથે પણ લગ્નેત્તર સંબંધ હતા. જેને કારણે તે પત્ની સાથે મારઝૂડ પણ કરતો હતો. તેમજ પતિના લગ્નેત્તર સંબંધને કારણે જ બંને વચ્ચે અણબનાવ હતો.

તેણે પતિથી ચાર સંતાનો છે. 2015માં પતિએ તેને અને બાળકોને ખૂબ જ માર માર્યો હતો. પતિએ માર મારતા તે લોહીલૂહાણ હાલતમાં જ ઢળી પડી હતી. આ પછી પતિ ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોને જાણ થતાં તેઓને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. તેમજ આરોપિ પતિ સામે નગરામ પોલીસ સ્ટેશનમાં પત્નીએ ફરિયાદ દાખલ કરવાી હતી. તેમજ આ પછીથી પતિ ફરાર હતો.

પોલીસમાં ફરિયાદ કરવા છતાં પણ તેના પતિની ધરપકડ કરવામાં આવતી નહોતી. દરમિયાન શુક્રવારે તેને ખબર પડી કે તેનો પતિ પીજીઆઇ વિસ્તારમાં એક મકાનમાં પ્રેમિકા સાથે છે. આ જાણકારી મળતા તે ચાર બાળકો સાથે પહોંચી હતી. તેમજ પતિ જે ઘરમાં હતો તે ઘરને બારથી તાળું મારી દીધું હતું. આ પછી પત્નીએ ત્યાં હોબાળો મચાવી દીધો હતો.

પીજીઆઇના પીઆઇએ જણાવ્યું હતું કે, પત્નીએ પોતાના હોમગાર્ડ પતિને એક મહિલા સાથે પકડ્યો છે. હોમગાર્ડની બંદૂક કબ્જે કરીને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહિલાના ભાઈની અરજીને આધારે હોમગાર્ડ સામે કેસ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.