અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. શુક્રવારે 515 નવા કેસ નોંધાયા હતા જ્યારે 405 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4413 લોકોના કોરોનાથી મોત થયા છે. અમદાવાદ, સુરત, વડોદરામાં એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.


કેટલો છે રાજ્યનો રિકવરી રેટ

રાજ્યમાં અત્યાર સુધી 264969 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.33 ટકા પર પહોંચ્યો છે. હાલ 2858 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 2815 લોકો સ્ટેબલ છે.

આ ત્રણ શહેરોની હાલત ચિંતાજનક

અમદાવાદ કોર્પોરેશનમાં 113, સુરત કોર્પોરેશન 101, વડોદરા કોર્પોરેશનમાં 90, રાજકોટ કોર્પોરેશન 46, વડોદરા-13, કચ્છ-11, રાજકોટ-10, આણંદ-9, ખેડા-9, સુરત-9, ભરુચ- 8, મહેસાણા-8, સાબરકાંઠા-8, ગાંધીનગર-7, જામનગર-7, ગીર સોમનાથ-6, જામનગર કોર્પોરેશન-6, જુનાગઢ કોર્પોરેશન-6, મહીસાગર-6 અને પંચમહાલમાં 6 કેસ નોંધાયા હતા.



વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 12,37,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 2,90,011 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,23,245 લોકોને રસી આપવામાં આવી છે.

રાશિફળ 6 માર્ચ: ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આજે યાત્રા પૂર્ણ કરશે, જાણો તમારા પર શું થશે અસર