મહેસાણા: વિજાપુરના લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હ્યદયને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક 15 વર્ષિય કિશોરી સાથે પાડોશીએ જ વારંવાર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. યાજ્ઞિકકુમાર સોલંકી નામના શખ્સે કિશોરીને ધાક ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે કિશોરી ગર્ભવતી બની. આ ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હાલમાં આરોપી સામે કાયદેસરના પગલા લેવા લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાની નફીસાના આત્મહત્યા કેસમાં તેના પ્રેમી સામે નોંધાયો ગુનો
વડોદરાની નફીસા ખોખરાના આત્મહત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. આ આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી રમીઝ શેખ સામે ગુનો નોંધાયો છે. રમીઝ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ નોંધવામાં આવ્યો છે. જો કે રમીઝ શેખ હાલ ફરાર છે. ફરાર રમીઝને ઝડપી પાડવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી રહી છે. મળતી માહિતી મૂજબ નફીસા અને રમીઝ લિવઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. રમીઝે લગ્નની ના પાડ્યા બાદ નફીસા આઘાતમાં સારી પડી હતી. નફીસાએ આયશાની જેમ જ આત્મહત્યા કરતા પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર વિડીયો બનાવ્યો હતો, જે પોલીસને તેના મોબાઈલ ફોનમાંથી મળી આવ્યો હતો.
5 વર્ષથી લિવઈનમાં રહેતા હતા નફીસા અને રમીઝ
નફીસા ખોખરના આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી વિશે એક યુવતીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ યુવતી નફીસા અને રમીઝની ખુબ નજીક છે, કારણ કે શબનમ નામની આ યુવતી નફીસા અને રમીઝ જે ઘરમાં ભાડે રહેતા હતા તેમાં જ ભાડે રહેતી હતી. શબનમ તેના પતિ સાથે તો નફીસા તેના પ્રેમી શેખ રમીઝ અહેમદ સાથે એક જ ઘરમાં ભાડેથી રહેતા હતા.
નફીસાની આત્મહત્યા અંગે તેના પ્રેમી વિશે શબનમે મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે નફીસા અને રમીઝ બંને 5 વર્ષથી લિવઈન રિલેશનમાં રહેતા હતા. બંને પતિ- પત્નીની જેમ રહેતા હતા. શબનમે એ પણ સ્પષ્ટ કહ્યું કે નફીસાની આત્મહત્યા પાછળ રમીઝ જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે રમીઝે લગ્ન કરવાની લાલચ આપી નફીસા સાથે લિવઈનમાં રહ્યો હતો એ આવી ચુકી છે. લિવઈન દરમિયાન રમીઝે નફીસાનું શારીરિક શોષણ કર્યું હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. જો કે બાદમાં રમીઝે લગ્ન કરવાની ના પડતાં નફીસા આઘાતમાં સરી પડી હતી અને આ કારણે જ તેણે આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને આ વાતને શબનમના નિવેદનથી વધુ બળ મળી રહ્યું છે.