મુંબઇઃ મહારાષ્ટ્રના જાલનામાં એક લક્ઝરી કારની અંદર આઇપીએલ પર સટ્ટો રમાઇ રહ્યો હતો. પોલીસે આ સટ્ટાનો પર્દાફાશ કરતાં એક સટ્ટોડિયાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે આરોપી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે.
પોલીસે જણાવ્યુ કે પકડાયેલા સટ્ટોડિયાની ઓળખ મનોજ રમેશચંદ્ર અગ્રવાલ તરીકે થઇ છે. જાલના ક્રાઇમ બ્રાન્ચના મુખ્ય નિરીક્ષક રાજેન્દ્ર સિંહ ગૌરે જણાવ્યુ કે મનોજ અગ્રવાલ પોતાની લક્ઝરી કારની અંદર સટ્ટેબાજીનો વેપાર ચલાવતો હતો. તે સતત વાહનનુ સ્થાન બદલતો રહેતો હતો જેથી કોઇને શક ના જાય. તે અહીં સેનેટરી વેરનો ધંધો કરે છે, પણ આઇપીએલ મેચ શરૂ થવાથી તે સટ્ટો લગાવવા લાગતો હતો.
બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરની એક હૉટલની પાસેથી કારને પકડી લીધી હતી. અગ્રવાલ તે સમયે અંદર હતો, તેની સાથે અન્ય ચાર લોકો પણ હતા. તેની પાસેથી ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
કારમાં બેસીને રમતો'તો આઇપીએલનો સટ્ટો, ક્રાઇમ બ્રાન્ચે આ રીતે પકડ્યો
abpasmita.in
Updated at:
09 Apr 2019 12:23 PM (IST)
બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરની એક હૉટલની પાસેથી કારને પકડી લીધી હતી. અગ્રવાલ તે સમયે અંદર હતો, તેની સાથે અન્ય ચાર લોકો પણ હતા. તેની પાસેથી ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -