સુરતઃ આ વખતે લોકસભામાં કોંગ્રેસે ગુજરાતમાંથી કેટલીક સીટો પર ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ધારાસભ્યોને ટિકીટ આપીને કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. એમાં પણ અમરેલી બેઠક પર વિપક્ષના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીને ઉતારીને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ તરફી માહોલ ઊભો કરી દીધો છે. બીજી તરફ ધાનાણીએ પણ મોટી લીડથી જીતવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે.



નોંધનીય છે કે, અમરેલી લોકસભા મત વિસ્તારના મતદારો મોટા પ્રમાણમાં સુરતમાં વસવાટ કરે છે. ત્યારે પરેશ ધાનાણીએ સુરતમાં સભાનું આયોજન કર્યું છે. ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સુરતમાં સભાનું આયોજન કરાયું છે. અહીં અમેરલીના ઘારસભ્ય જેવી કાકડીયા, અમરીષ ડેર, વિરજી ઠુમ્મર સહિત તમામ લોકો સભામા ઉપસ્થિત રહેવાના છે.



સુરતના યોગી ચોકમા આજે સભાનુ આયોજન કરાયું છે. સુરતમા સભાથી જુનાગઢ, ભાવનગર અને અમરેલી લોકસભા પર અસર તો પડશે જ સાથે સુરત લોકસભા સીટ પર પણ કોંગ્રેસના ઉમેદવારને ફાયદો થાય તેવું ગણિત પરેશ ધાનાણી દ્વારા આંકવામાં આવ્યું છે. આસોરાષ્ટ્રની સીટ જીતવા સુરતમાં પ્રચારની કોંગ્રેસની રણનીતિ છે.