મોહાલીઃ આ આઇપીએલમાં રવિચંદ્રન અશ્વિન દ્વારા જોસ બટલરને 'માંકડ' રન આઉટ કરવો ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો આનું સમર્થન કરી રહ્યાં છે તો કેટલાક આને ખેલ ભાવનાથી વિપરીત બતાવી રહ્યાં છે. સનરાઇઝહર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયેલી મોહાલી ટી20માં આવું જ કંઇક બન્યુ હતુ. આનો એક વીડિયો આઇપીએલના ઓફિશિયલ ફેસબુક પેજ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં ડેવિડ વોર્નરનું રિએક્શન દેખાઇ રહ્યું છે.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, અશ્વિનની ઓવરમાં ડેવિડ વોર્નર ધ્યાન રાખી રહ્યો હતો કે તે ક્રિઝ ના છોડે, નહીં તો બટલરવાળી થઇ શકે છે. જેવો અશ્વિન ક્રિઝ પાસે બૉલ ફેંકવા આવ્યો ત્યારે તેને પોતાનુ બેટ ક્રિઝની અંદર લઇ લીધુ હતુ.


ફેન્સે ટ્વીટર પર ડેવિડ વોર્નર અને અશ્વિનની આ તસવીરોને જબરદસ્ત શેર કરી છે.