જૂનાગઢ : જૂનાગઢનો યુવક હની ટ્રેપમાં ફસાયો હતો. જોકે, પોલીસે તેને આરોપીઓની ચૂંગાલમાંથી છોડાવી આરોપીને જેલ ભેગા કરી દીધા છે. 2 યુવાન અને એક યુવતીએ ધોળવા ગામના યુવાનને ફસાવ્યો હતો. લિફ્ટ આપવાના બહાને યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ફરિયાદી ભાવેશનું અપહરણ કરી  દોઢ લાખની ખંડણી માગી હતી. આરોપી અરવિંદ પટેલ, ભરત પારઘી અને જીનત મોરવાડીયાને પોલીસે ઝડપ્યા છે. 


ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, જીનતે ફરિયાદીને ભેંસાણથી મેંદપરા ગામે બોલાવ્યા હતા. ત્યાર પછી લિફ્ટ માંગી હતી અને આ પછી આરોપીઓએ પોલીસની ઓળખ આપી રૂપિયાની માંગણી કરી હતી. જીનત અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં પકડાયેલી છે. જ્યારે અન્ય બંને આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 


Surat : બે સંતાનની માતા યુવતીને ફ્રેન્ડનો ભાઈ જોબના બહાને હોટલમાં લઈ ગયો, ચપ્પુ બતાવીને મોંમાં ડૂચો મારીને માણ્યું શરીર સુખ ને......


સુરતઃ કપોદ્રામાં પરિણીતા પર દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે પરણીતાએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. બહેનપણીના માનીતા ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું. નોકરીની લાલચે કાપોદ્રાની હોટલમાં બોલાવી દુષ્કર્મનો વીડિયો ઉતાર્યો હતો. વરાછાની પીડિતાની બહેનપણીના માનીતા ભાઈનું કૃત્ય સામે આવ્યું છે.  દીકરીનું ગળું કાપવાનું કહી વારંવાર કુકર્મ આચર્યું હતું. પોદ્રા પોલીસે ફરિયાદ નોંધી નરાધમ ની શોધખોળ આરંભી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, કાપોદ્રામાં 31 વર્ષીય પરિણીતાને નોકરીના બહાને હોટલમાં બોલાવીને નરાધમે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. કાપોદ્રા પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમામે નાના વરાછામાં 31 વર્ષીય  પરણીતા પરિવાર સાથે રહે છે. પરણીતાને લગ્નથી 2 દીકરીઓ છે. પતિ રત્ન કલાકાર છે. 2 વર્ષ પહેલા યુવતી નર્સરીમાં નોકરી કરતી હતી.


જોકે, કોરોનામાં નર્સરી બંધ થતા બેકાર થઈ હતી. બહેનપણીને વાત કરતાં તેણીએ માનેલા ભાઈનો નંબર આપ્યો હતો. તેથી યુવતીએ યુવકને નોકરી માટે વાત કરી હતી. આથી યુવકે ડી.આર.વર્લ્ડમાં એક નોકરી છે એવું કહીને યુવતીને WOW હોટલ લઈ ગયો હતો. અહીં એક રૂમમાં બેસાડીને કહ્યું કે શેઠ બાજુના હોલમાં છે ત્યાં તમને બોલાવશે.


આ પછી યુવતીને ચપ્પુ બતાવી તેમજ બંને દીકરીઓને મારી નાંખવાની ધમકી આપી યુવતીના મોઢે રૂમાલનો ડૂચો મારી દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેનો વીડિયો બનાવી લીધો હતો. આ પછી તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર પરાણે શરીરસુખ માણ્યું હતું. અંતે કંટાળીને પરણીતાએ પતિને વાત કરતાં કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 


ગત 6 નવેમ્બર 2021માાં યુવતીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. દરમિયાન 10 જાન્યુઆરીએ યુવકે પરણીતાને ફોન કરી મળવા બોલાવી હતી. જોકે, યુવતીએ ઇનકાર કરી દેતાં તેણે દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી. આથી પરણીતા બે મહિનાની દીકરીને લઈને યુવક પાસે ગઈ હતી. ત્યારે પણ યુવકે યુવતીને હોટલનામાં રૂમમાં લઈ જઈ શરીરસુખ માણ્યું હતું.